જમ્મુ: પાકિસ્તાને જમ્મુમાં ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, મહિલાનું મોત
08, જુલાઈ 2020

શ્રીનગર,

પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું છે. જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ ફાયરિંગ કર્યુ હતું. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઘટનામાં એક 65 વર્ષીય મહિલાનું મોત થયુ છે, જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે. 

નાપાક પાકિસ્તાને મોર્ટાર અને અન્ય હથિયારો વડે ગોળીબાર કરી મોડી રાત્રે 2 વાગે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. જેની જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ ફાયરિંગ કર્યુ હતું

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution