જામનગર: ઓનલાઈન શિક્ષણના બહાને વિદ્યાર્થિની સાથે અડપલાં કરનારો શિક્ષક ઝડપાયો
29, ઓક્ટોબર 2020 495   |  

જામનગર-

એક બાજુ સરકાર દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાન ચલાવવામાં આવે છે તો બીજી તરફ આ જ અભિયાનને કેટલાક શિક્ષકો કલંકિત કરી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે જામનગરમાં. કાલાવડ પંથકમાં નાના પંચદેવડામાં શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જામનગર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલા કરતા ભારે આક્રોશ ફેલાયો છે. પાંચદેવડાની પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 56 વર્ષના બાબુ નાથાભાઈ સંઘાણીએ ઓનલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થિનીને બોલાવીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.આ ઘટના બાદ શિક્ષકે નાપાસ કરી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીએ તેના માતાપિતાને ફરિયાદ કરતા શિક્ષક બાબુ સંઘાણી સામે કાલાવડ શિક્ષણાધિકારી કચેરી તેમ જ BRC કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા પોલીસે આ શિક્ષકની ધરપકડ કરી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. ગામની શાળાના આચાર્યએ ધોરણ 9ની વિદ્યાર્થિનીને ઓનલાઈન શિક્ષણની સમજૂતી આપવાના બહાને શાળાએ બોલાવી તેની સાથે અડપલાં કર્યા હતા. જોકે ગ્રામજનોએ આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution