જામનગર: મતદાન રદ થયા બાદ ફરી 400 હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું

જામનગર-

સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જે નિયમ મુજબ જામનગરમાં એમ.પી.શાહ કોર્મસ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. જયાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફરજ સોંપાયેલા અંદાજે 250 થી 300 જેટલા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા પહોંચ્યા હતા. આ ઉપરાંત ચૂંટણીમાં હોમગાર્ડના જવાનો પણ સુરક્ષા અંગેની જવાબદારીમાં જોડયા છે, ત્યારે આ હોમગાર્ડના જવાનો માટે લાલ બંગલા ખાતે આવેલી જૂની કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. આમા 532 હોમગાર્ડ જવાનોને બેલેટ પેપર વિતરણ કરવામાં આવ્યા હતા.

જામનગરમાં હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપર મતદાન થયું હતું. જેને લઇને વિવાદ સર્જાતા કલેક્ટર દ્વારા મતદાન રદ કરવામાં આવ્યું હતું અને ફરીથી મતદાન કરવા જણાવ્યું હતું. આજે 400 હોમગાર્ડ જવાનો દ્વારા ફરીથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે. જેમાં અલગ-અલગ ત્રણ યુનિટમાં મતદાન કરાવાઈ રહ્યું છે. મતદાન મથક પર હોમગાર્ડ જવાનોની મોટી લાઈનો લાગી છે. મતદાન પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ભંગ થયો હતો. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ તેમજ સુરક્ષા માટેના હોમગાર્ડઝના જવાનો દ્વારા બુધવારના રોજ પોસ્ટલ બેલેટ વિતરણ કરવાનું હતું પરંતુ આશ્ચર્યજનક રીતે હોમગાર્ડ કચેરીમાં પોસ્ટલ બેલેટ વિતરણ કરવાની પક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં અને પગલા લેવાની ખાત્રી આપી તાત્કાલિક ઉચ્ચ કક્ષાની મિટીંગ બોલાવી હોમગાર્ડ કચેરીમાં થયેલા મતદાન અને બેલેટ પેપર રદ્દ કરવાનો નિર્ણય લઇ નવેસરથી ચૂંટણી કરવાની જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, હોમગાર્ડ કચેરીમાં 400 મતો પડી ગયા હતાં.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution