હપ્તો નહીં મળતાં જવાહરનગરના જમાદાર મહેશ નાથાએ વૃદ્ધાને લાફા ઝીંકી કિક મારી !
07, એપ્રીલ 2022

વડોદરા, તા. ૬

કાયદો હાથમાં લઈને નાગરિકો પર હુમલો કરીને માર મારવાના બનાવના કારણે વિવાદમાં આવેલી ખાખી વર્દી પર દાગ લાગવાનો કિસ્સા હજુ પણ યથાવત રહ્યા છે. આ વખતે જવાહરનગર પોલીસ મથકના એક કોન્સ્ટેબલને તેની દાદીની ઉંમરની મહિલા બુટલેગરે આ વખતે ૫૦૦ રૂપિયાનું ભરણ નહી આપી શકે તેમ કહેતા જ પોલીસ જવાને વૃધ્ધાને અપશબ્દો બોલીને ખેંચી હતી અને ત્યારબાદ તેના ગાલ પર ત્રણ લાફા ઝીંકી તેના પગમાં કિક મારી દેતા વૃધ્ધ દર્દથી કણસતી રડી પડી હતી. આ બનાવ બાદ વૃધ્ધા સામે દેશી દારૂનો કેસ કરીને બનાવ પર ઢાંકપીછોડો કરવાનો પણ પ્રયાસ થયો હતો પરંતું પોલીસ જવાનની આવી કરતુતો માધ્યમોમાં જાહેર થતાં ખાખી વર્દી વધુ એક વાર બદનામ થઈ છે. જવાહરનગર પોલીસ મથકની હદમાં આવેલા જવાહરનગરમાં પોતાની અપંગ પુત્રી સાથે રહેતા ૮૦ વર્ષીય વિધવા પુુંજીબેન જીતુભાઈ બિલવાડા તેમની પુત્રી સાથે દેશી દારૂનો ધંધો કરે છે. તેમણે આજે માધ્યમો સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે જવાહરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતો મહેશ નાથા નામનો કોન્સ્ટેબલ તેમની પાસેથી દરમહિને ૫૦૦ રૂપિયાનું ભરણ લઈ જાય છે. ત્રણેક દિવસ પહેલા પણ મહેશ તેમના ઘરે ગયો હતો પરંતું પુંજીબેને તેને જણાવ્યું હતું કે હાલમાં તેમની પાસે પૈસા નથી એટલે નહી આપી શકે. જાેકે હપ્તો નહી મળતા મહેશે તેમને અપશબ્દો બોલી તું દુધ વેંચે છે ? તેમ કહીને ખેંચીને થાંભલા સાથે ભટકાવ્યા હતા અને બાદમાં તેમના મોંઢા પર ત્રણ લાફા ઝીંકી દઈ તેમના પગમાં જાેરથી કિક મારી હતી અને ત્યારબાદ તેમની પર દેશી દારૂનો કેસ કર્યો હતો.આ અંગે પુંજીબેને જણાવ્યું હતું કે તેમણે મહેશને પગે લાગી સાહેબ છોડી દો..તેવી આજીજી કરી હતી પરંતું મહેશે તેમને માર માર્યો હતો. પોલીસને કેસ કરવાનો અધિકાર છે પરંતું આ રીતે હપ્તો ઉઘરાવીને મારવાનો અધિકાર નથી. જાેકે તાજેતરમાં છાણી પોલીસ મથકનો એક કર્મચારી બાળકને ખોટી રીતે મારવાના ગુનામાં સસ્પેન્ડ થતા હવે આ કિસ્સામાં શહેર પોલીસ કમિ. જવાહરનગર પોલીસ મથકના કથિત હપ્તેબાજ અને હુમલાખોર પોલીસ જવાન સામે શું પગલા લેશે ? તે જાેવાનું રહ્યું.જાે કે આ વિવાદ અંગે હે.કો. મહેશ નાથાભાઈએ જણાવ્યું હતું કે આવો કોઈ બનાવ બન્યો નથી કોઈએ સમગ્ર પ્રકરણ ઉભુ કરી મને બદનામ કરવાનો પ્રયાસ કર્યોછે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution