વિવેકાનંદ નગરમાં મોડી રાતે રેતીની ચોરી કરતા જેસીબી અને ત્રણ ડમ્પર ઝડપાયા
07, ઓક્ટોબર 2024 792   |  

અમદાવાદ શહેરના છેવાડે આવેલા વિવેકાનંદ નગરમાં મોડી રાતે રેતી ચોરીનો પર્દાફાશ પોલીસ કર્યો છે.કેટલાક ખનન માફીયા મોડીરાતે વિવેકાનંદ નગરમાં ડમ્પર અને ત્નઝ્રમ્ લઇને આવ્યા હતા અને બીન્દાસ રેતી ચોરી કરી રહ્યા હતા. રેતી ચોરીની જાણ મોડીરાતે પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બે જેસીબી અને ત્રણ ડમ્પર જપ્ત કર્યુ છે જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્રારા કાર્યવાહી કરવામાં આવશે. શહેર અને જીલ્લાઓમાં ખાણખનીજ માફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. સામાન્ય રીતે નદીમાંથી ખનન માફિયા રેતીની ચોરી કરતા હોય છે પરંતુ, વરસાદ પડ્યો હોવાના કારણે નદીમાં પાણી હોવાથી રેતી ચોરવી મુશ્કેલ બની ગઇ છે. ખનન માફિયાઓ શહેરના છેવાડે આવેલા અનેક વિસ્તારોમાં કે જ્યા રેતીના ઢગલા હોય ત્યા ચોરી કરવાનો પ્લાન બનાવી દીધો હતો. નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ ઠેર-ઠેર બંદોબસ્તમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તસ્કરો અને માફિયાઓ એક્ટિવ બન્યા છે. મોડીરાતે ગુનેગારો પોતાના ઇરાદા પાર પાડવા માટે મેદાનમાં ઉતરતા હોય છે. ખનન માફિયા પોતાના ઇરાદા પાર પાડવા માટે મેદાનમાં આવ્યા હતા પરંતુ, પોલીસની સતર્કતાના કારણે તેમનો પર્દાફાશ થયો છે.પોલીસ ગઇકાલે બંદોબસ્તમાં હતી ત્યારે વિવેકાનંદ નગર વિસ્તારમાં ત્નઝ્રમ્ અને ડમ્પર લઇને ખનન માફીયા રેતી ચોરવા માટે આવ્યા હતા. વિવેકાનંદ નગરની અવાવરૂ જગ્યામાં જ્યારે રેતી ચોરીનું કામ ચાલી રહ્યુ હતું ત્યારે પોલીસને જાણ થઇ ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને રેતીચોરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને જાેતાની સાથે જ ખનન માફીયાના સાગરીતોએ નાસભાગ મચાવી દીધી હતી. જાેકે, પોલીસ તમામને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણ ડમ્પર અને બે ત્નઝ્રમ્ જપ્ત કર્યા છે અને તમામની અટકાયત કરી છે. પોલીસના કહેવા અનુસાર આ ખનન ચોરી નથી પરંતુ, આજે આ મામલે ખાણખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution