યુએસમાં ભારતીય જ્વેલર્સના શો-રૂમમાં ૧૪ કરોડના દાગીનાની લૂંટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, માર્ચ 2026  |   2178


અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય પરિવારના જ્વેલરી શોરૂમમાં મોટી લૂંટ થઈ છે. માસ્ક પહેરેલા ગુનેગારોએ ફ્રીમોન્ટ વિસ્તારમાં કુમાર જ્વેલર્સના શોરૂમમાં ફિલ્મી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના માત્ર ૭૦ સેકન્ડમાં બની હતી. લૂંટારાઓએ આશરે ૧.૭ મિલિયન ડોલર એટલે કે ૧૪ કરોડ રૂપિયાથી વધુના દાગીના ચોરી લીધા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે, દુકાનના માલિક અને કર્મચારીઓ આ હુમલામાં સુરક્ષિત રહ્યા. વીડિયોમાં શોરૂમની બહાર અનેક વાહનો રોકાયેલા જાેવા મળે છે. કાળા હૂડી પહેરેલા આશરે બે ડઝન માસ્ક પહેરેલા ગુનેગારો હથોડા અને બેગ સાથે આ વાહનોમાંથી બહાર નીકળે છે. દુકાનમાં પ્રવેશતા જ તેઓએ કાચના કાઉન્ટર તોડવાનું શરૂ કરી દીધું.તપાસ કરનારા અધિકારીઓના જણાવ્યા અનુસાર, લૂંટારાઓએ આયોજનબદ્ધ રીતે કામ કર્યું હતું. તેમણે દુકાનનો ૭૫ થી ૮૦ ટકા સામાન માત્ર ૭૦ સેકન્ડમાં બેગમાં ભરી દીધો. હુમલો થયો ત્યારે દુકાન માલિકો, વર્મા પરિવાર અને તેમના કર્મચારીઓ અંદર હતા. તેઓ પોતાનો જીવ બચાવવા દુકાનની પાછળ ભાગી ગયા. લૂંટ પછી, ગુનેગારો ચોરાયેલા વાહનોમાં ભાગી ગયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution