બારપેટા, ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની તકલીફો દૂર થવાની નામ લેતી નથી. મંગળવારે આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે મહિલા પોલીસકર્મીની છેડતીના કેસમાં મેવાણીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્‌વીટ કરવા બદલ કોર્ટે સોમવારે જ જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા હતા. જામીન બાદ તરત જ જીગ્નેશ મેવાણીની અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તનના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તરત જ પોલીસે અન્ય એક કેસમાં મેવાણીની ધરપકડ કરી હતી. આ દરમિયાન જીગ્નેશ મેવાણીને કોકરાઝારથી બારપેટા લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેના પર મહિલા પોલીસકર્મીઓની છેડતી અને દુર્વ્યવહારનો આરોપ લાગ્યો હતો. આ પહેલા જીગ્નેશ મેવાણીની પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્‌વીટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મેવાણીની આસામ પોલીસે ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં મેવાણી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડમાં હતો.જિગ્નેશ મેવાણી સામે નોંધાયેલી ફરિયાદમાં તેમની સામે અનેક કલમો લગાવવામાં આવી છે. તેમના પર ભાજપ, આરએસએસ અને પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને નિંદાત્મક ટિપ્પણી કરવાનો આરોપ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પણ મેવાણીએ કેટલાક વિવાદાસ્પદ ટિ્‌વટ કર્યા હતા, જેના પર પોલીસે નોંધ લીધી છે.