30, જુન 2020
2079 |
વડોદરા,તા.૩૦
સંખેડા ગામ ખાતે ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘર જમાઇ તરીકે રેહેતા જીજાએ સાળી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ જેના કારણે તે ગર્ભવતી થઉ હતી પરીવારે આ સંજાગોમાં શુ કરવુ તે ન સમજાતા પરીવારે અભયમ્ ની સહાય લીધી હતી, જાકે જમાઇ ઘરેથી ભાગી જતા પરીવારે મામલાની જાણ પોલીસને કરી હતી.
સંખેડા ગામ ખાતે એક પરીવારે પોતાની દિકરીના લગ્ન થોડા સમય પહેલા કર્યા હતા. દિકરી-જમાઇ પરીવાર સાથે જ રહેતા હતા. દિકરી સમય જતા ગર્ભવતી થઇ હતી તેથી જમાઇની નજર તેની સાળી પર બગડી હતી. જમાઇએ સાળી સાથે જબરજસ્તી શારીરિક સબંધ બાધતા સાળી ગભરાઇ ગઇ હતી અને તેણે આ વાતની જાણ તેની બહેનને કરી હતી. પરિણીતાએ પતિ પાસે બાબતનો ખુલાસો માગ્યો ત્યારે પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો . પરંતુ પતિએ સમજણ વાપરીને પત્ની તથા સાળીની માફી માંગી મામલાને ઠાળે પાડ્યો હતો.પરંતુ થોડા સમય બાદ જીજાએ ફરી વાર સાળી સાથે અનેક વાર જબરજસ્તી શારીરિક સબંધ બાધ્યા હતા અને પત્ની તથા સાળીને ધમકી આપી હતી કે તે કોઇને જણાવશે તો ઘરના તમામ સભ્યોને મારી નાખશે.
થોડા સમય બાદ સગીરાને પેટમા દુખાવો થતા તેને હોસ્પિટલ તપાસ માટે લઇ જતા ત્યા સગીરા ગર્ભવતી હોવાનુ માલુમ પડતા પરીવાર આશ્ચર્યમાં મુકાયુ હતુ. સગીરાએ તથા પરિણીતાએ પરીવારને તમામ વાત કહી હતી જેના કારણે પરીવાર ને આગણ શું કરવુ તે ન સમજાતા પરીવારે અભયમ્ ની સહાય લીધી હતી. પરંતુ પરીવાર જ્યારે અભયમ્ ટીમ સાથે ઘરે પહોચી ત્યારે જમાઇ ઘરેથી ભાગી ગયો હતો. તેથી પરીવારે ડભોઇ પોલીસની મદદ લીધી હતી