વડોદરા-

વડોદરા,કારેલીબાગની અશોક વાટિકા સોસાયટીમાં રહેતા યુવાને રહસ્યમય સંજાેગોમાં ગળા ફાંંસો ખાઇ લીધો હતો.જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,કારેલીબાગની અશોક વાટિકા સોસાયટીમાં રહેતો નિરવ કિરણકુમાર મહેતા (ઉ.વ.૩૬) એ પી.એચડી.કર્યુ છે.અને તે કચ્છની એક કંપનીમાં નોકરી કરતો હતો. થોડાસમય પહેલા જ તેની નોકરી છૂટી જતા તે ઘરે હતો.અને વિદેશ જવાની તૈયારી કરતો હતો.આજે સવારે પરિવારના સભ્યો સાથે તેણે ચ્હા નાસ્તો કર્યો હતો.અને ત્યારબાદ તે ઉપરના માળે ન્હાવા માટે ગયો હતો.તેને ન્હાઇને આવતા વધુ સમય લાગતા તેની પત્ની જાેવા ગઇ ત્યારે નિરવે ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી હતી.પરંતુ,પોલીસને કોઇ ચિઠ્ઠી મળી નહતી.અને પોલીસને મોબાઇલ ફોનમાં પણ કોઇ મેસેજ મળ્યો નથી.પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.