જૂનાગઢ-

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી.

જૂનાગઢમાં સંવેદનશીલતા જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી અને દાખલ દર્દીઓ વિષે ખબર અંતર પૂછ્યાં હતા. સરકાર લોકોની પડખે ઉભી છે. દર્દીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સીએમ વિજય રૂપાણીએ દર્દીઓના સગાઓને મળીને આશ્વાસન આપ્યું હતું. સિવિલ હોસ્પિટલોમાં અચાનક કેસમાં ઘટાડો નોંધાયો છે.