જો તમે તમારી સ્કિનને એકદમ હેલ્ધી, ગ્લોઈંગ અને ટાઈટ રાખવા માંગતા હોવ તો બજારના કેમિકલવાળા પ્રોડક્ટ્સ વાપરવા કરતાં ઘરના જ કેટલાક અસરકારક નુસખાઓ અજમાવો. આજે અમે તમને એવા જ બેસ્ટ નુસખા જણાવવાના છે. જેને કરી લેવાથી તમને સ્કિનની કોઈ પરેશાની નહીં રહે. આ નુસખા મહિલા અને પુરૂષો બંને માટે કારગર છે. તમે આ નુસખાઓ અપનાવશો તો ચોક્કસથી રિઝલ્ટ દેખાશે.

હેલ્ધી સ્કિન માટે:

વર્જિન કોકોનટ ઓઈલ લઈ હળવા હાથે સર્ક્યુલર મોશનમાં ફેસ અને નેક પણ મસાજ કરો. તમે રાતે પણ આ ઓઈલ લગાવીને સૂઈ શકો છો. આમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને ગ્લોઈંગ બનાવે છે અને રિંકલ્સ પણ દૂર કરવામાં મદદ કરે છે.

ફ્લોલેસ સ્કિન માટે :

ગ્લોઈંગ અને ફ્લોલેસ સ્કિન મેળવવા 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર અને પેસ્ટ બને એટલું કાચું દૂધ મિક્સ કરીને 20 મિનિટ ચહેરા પર લગાવી પાણીથી ધોઈ લેવું. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરવો. આનાથી સ્કિન ક્લિન અને બ્રાઈટ પણ લાગશે.

સ્કિનને નરીશ કરવા:

1 ચમચી એલોવેરા જેલ, ચપટી હળદર, 1 ચમચી મધ અને 1 ચમચી દૂધ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. પછી નવશેકા પાણીથી 20 મિનિટ પછી ધોઈ લો. આ પેક સ્કિનને નરીશ કરશે અને નેચરલ ગ્લો પણ વધારશે.

સ્કિન ટેન માટે:

તડકામાં રહેવાથી સ્કિન ટેન્ડ થઈ જાય છે. જેને ઠીક કરવા માટે તમારે દહીં, છાંશ કે કાકડીનો રસ લગાવી 30 મિનિટ રાખીને ધોઈ લેવું. આવું થોડા દિવસ સુધી નિયમિત કરવું. જેનાથી સ્કિન ટેનની સમસ્યા પણ દૂર થઈ જશે.

આટલું યાદ રાખો

સ્કિન સંબંધી સમસ્યાઓથી બચવા સવારે સ્નાન કર્યા બાદ આખા શરીરને સનસ્ક્રિન લોશન લગાવી લેવું, જેથી ત્વચાને સૂર્યના કિરણો સામે રક્ષણ મળે. આ સિવાય તમે આખા શરીર પર મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકો છો. જેથી ત્વચા સુંવાડી રહે.