વલસાડ, કોરોનાએ સામાન્ય લોકોની હાલત બગાડી નાંખી છે. હજારો લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યા છે અને અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વાપીમાં એક કરુણ ઘટના સામે આવી છે. બુધવારે વાપીની હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુતીએ કોરોના સામે જંગ લડતાં લડતાં દમ તોડી દીધો નર્સને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આવતીકાલે એટલે કે ૨૩મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન હતા. એટલે કે યુવતીએ તેની પીઠીના દિવસે દમ તોડી દીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.
કપરાડા તાલુકાના મોટાપોંઢાની મનિષા પટેલ નર્સિંગનો કોર્ષ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી હતી. જાેકે, હાલ તેણી કોઈ હૉસ્પિટલમાં ફરજ પર ન હતી. આ દરમિયાન યુવતીને તાવ આવ્યો હતો. જે બાદમાં તેણીને સારવાર માટે સેલવાસની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. ધીમે ધીમે તબિયત લથડતા યુવતીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ખાનગી હૉસ્પિટલ ખાતે કોરોના સામે લડતાં લડતાં યુવતીએ દમ તોડી દીધો હતો. ૨૩મી એપ્રિલના રોજ એટલે કે આજે યુવતીના લગ્ન હતા. લગ્નના બે દિવસ પહેલા જ યુવતીએ દમ તોડી દીધો હતો. જે બાદમાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર જે દીકરીના લગ્નનની તૈયારી કરી રહ્યો હતો તેની અંતિમવિધિની તૈયારી કરવી પડી હતી. પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે મનિષાના લગ્ન માટે તમામ તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તમામ ખરીદી પણ કરી લેવામાં આવી હતી. એટલે સુધી કે પરિવારે દીકરીના લગ્ન માટે મંડપ પણ નાખી દીધો હતો. પરંતુ કુદરતે કંઈક બીજું જ લખ્યું હતું. ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો.
Loading ...