ભોપાલ,

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. કમલનાથે આ બંને નેતાઓને માફી માગવાનું કહ્યું છે, આવું ન કરવા પર કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

કમલનાથે મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝાને કાનૂની નોટિસ મોકલી છે. આ બંને નેતાઓએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે, કમલનાથે કેન્દ્રીય પ્રધાનના પદ રહીને આયાત કરમાં ઘટાડો કરી ચીની કંપનીઓને ફાયદો કરાવ્યો હતો.આ અંગે કમલનાથના વકીલે જાણકારી આપી કે, સમગ્ર મામલાને લઈ કમલનાથે વતી બંને ભાજપી નેતાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. કમલનાથે આ બંને નેતાઓને માફી માગવાનું કહ્યું હતું, આવું ન કરવા પર કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.