મુંબઇ
રાજસ્થાનમાં કંગનાના ભાઈના લગ્ન આજે એટલે કે 12 નવેમ્બરના રોજ હોટલ લીલામાં યોજાઈ રહ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો અને એમાં તે બહેન રંગોલીની સાથે 'કેસરિયા બાલમ..' પર મન મૂકીને ડાન્સ કરતી જોવા મળી હતી. કંગનાએ વિડિયો-કેપ્શનમાં લગ્નને પોતાના પરિવાર માટે મોટો દિવસ ગણાવ્યો હતો તો જામીન પર છૂટેલા પત્રકાર અર્નબ ગોસ્વામીનું સ્વાગત કર્યું હતું. લગ્નમાં બહુ જ ઓછા મહેમાનો હાજર રહ્યા હતા.
કંગનાએ વિડિયો-કેપ્શનમાં કહ્યું હતું, 'હા, આ અમારા પરિવાર માટે બહુ જ મોટો દિવસ છે, હમણાં જ ખબર પડી કે અર્નબ પરત ફર્યો છે. વેલકમ બેક મિત્ર. અક્ષતા તથા રિતુ સાંગ્વાનના લગ્ન 12 નવેમ્બરના રોજ રાજસ્થાનની લીલા પેલેસ હોટલમાં રજવાડી થીમ પર થયા હતા. કંગનાનો પરિવાર 10 નવેમ્બરના રોજ ઉદયપુર આવી ગયો હતો.
અક્ષત તથા રિતુ લગ્ન બાદ રનૌત પરિવાર કુળદેવી માતા અંબિકાનાં દર્શન માટે જશે. ઉદયપુરથી 40 કિમી દૂર જગત ગામમાં રનૌત પરિવારની કુળદેવીનું સ્થાનક આવેલું છે.