કાંગડી સોન્ગ પર કંગનાએ મન મૂકીને કર્યો પહાડી ડાન્સ, વીડિયો વાયરલ

મંડી-

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રૈનોતના ભાઇ અક્ષતની હાલમાં જ લગ્ન થયા છે. પોતાના ભાઇના લગ્નમાં કંગના રૈનોત ખૂબ જ એન્જોય કરતી જોવા મળી હતી. કંગના રૈનોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની ભાભી સાથે પહાડી ડાન્સ કરતી જોવા મળી રહી છે. કંદના રૈનોત આ વીડિયોમાં સાડી અને હિમાચલી ટોપી તેમજ શાલ પહેરેલી જોવા મળી રહી છે. જે વીડિયોને શેર કરતા કંગનાએ લખ્યું કે, મને કોઇપણ પરંપરાના ફોક સંગીત ખૂબ જ પસંદ છે. આ કાંગડી ગીત છે, જે એક પહાડી કલાકાર દ્વારા મારા ભાઇના લગ્નમાં ગાવામાં આવ્યું હતું.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution