4 વર્ષની થઈ કરણવીર બોહરાની ટ્વિન્સ બેલા-વિયેના, ઘરે યોજી બર્થ ડે પાર્ટી
20, ઓક્ટોબર 2020

મુંબઇ

ટીવી એક્ટર કરણવીર બોહરા અને ટીજે સિદ્ઘુની ટ્વિન્સ દીકરીઓ વિયેના અને બેલા 19 ઓક્ટોબરે 4 વર્ષની થઈ. ત્યારે કપલે બંને દીકરીઓ માટે ઘરે દ બર્થ ડે બેશનું આયોજન કર્યું હતું. મહામારીના કારણે તેમણે સેલિબ્રેશન પરિવારના સભ્યો પૂરતું જ સીમિત રાખ્યું હતું. જો કે, પાર્ટી માટે કેક અને ડેકોરેશનનું બરાબર ધ્યાન રાખવામાં આવ્યું હતું.વિયેના અને બેલાએ કેક કટ કરીને ત્યારે કરણવીરના માતા-પિતા અને કેટલાક અન્ય બાળકો હાજર રહ્યા હતા. બર્થ ડે પાર્ટીમાં બંને બાળકીઓએ માતા-પિતા સાથે પોઝ આપતાં ક્યૂટ લાગી રહી હતી. પાર્ટીની સૌથી રસપ્રદ વાત એ હતી કે, ટીજે અને કરણવીરે દીકરીઓ સાથે ટ્વિનિંગ કર્યું હતું.

વિયેના અને બેલાએ પિંક અને વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું હતું અને તેના મેચિંગની કેક અને ફુગ્ગા લાવવામાં આવ્યા હતા. આખું ઘર પિંક, પર્પલ, ઓરેન્જ અને બ્લૂ ફુગ્ગાઓથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું. તસવીરોમાં બંને ટ્વિન્સ પોતાના ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતી જોવા મળી હતી. આ સિવાય તેમણે ફેમિલી ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.


કરણવીરે પણ ઈન્સ્ટાગ્રામ પર બંને લાડકીઓ સાથેનો એક વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'મારી રાજકુમારીઓને જન્મદિવસની શુભેચ્છા. નવાઈ લાગી રહી છે કે કેવી રીતે આ બંને ઉઠી ગઈ અને અમારી પાસે સોન્ગ ગવડાવ્યું. તેઓ હજુ પણ વિચારે છે કે તેમનો જન્મદિવસ સવારે હશે'.

કરણવીર બોહરા અને ટીજે થોડા દિવસ પહેલા દીકરીઓને લઈને દેહરાદુન બેબીમૂન માટે ગયા હતા. જ્યાંથી તેઓ હમણા જ પાછા આવ્યા છે. એક્ટર ત્યાં તેની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.આપને જણાવી દઈએ કે, ટીજે પ્રેગ્નેન્ટ છે અને કપલ તેમના ત્રીજા બાળકના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ટીજે અને કરણવીરે 3 નવેમ્બર, 2006ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના 10 વર્ષ બાદ તેમને ત્યાં વિયેના અને બેલાનો જન્મ થયો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution