અમદાવાદ-

ગુજરાતમાં ધારાસભાની આઠ બેઠકોની યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ફરી ટીકીટ આપીને ભાજપ વિધાનસભામાં લાવવા પ્રયાસ કરી રહ્યો છે પણ તેમાં આ આયાતી પૂર્વ ધારાસભ્યોએ જંગી નાણા લઈને ભાજપમાં જવાનું પસંદ કર્યું છે તેવા આક્ષેપ થાય છે અને એક ધારાસભ્યને રૂા.15 થી 25 કરોડની રકમ આપવામાં આવી હોવાનું પણ ચર્ચાય છે અને તેના કારણે ભાજપમાં જબરો આક્રોશ છે .

અને કોંગ્રેસના નેતાઓને ખભે બેસાડીને જીતાડવા પડે છે.તે તેઓને ખટકી રહ્યું છે. તેથી કરજણ-મોરબી ધારી જેવી બેઠકો ભાજપ માટે મુશ્કેલ છે. તેવા સંકેત વચ્ચે કરજણ બેઠક પર ભાજપની ટીકીટ પર ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય અક્ષર પટેલને પરાજીત કરવાનાં જ છે તેવી ભાજપના જ નેતાઓની વાતચીતનો ઓડીયો વાયરલ થતાં જબરો ખળભળાટ મચી ગયો છે આ વાતચીતમાં અક્ષય પટેલને ઘેર સુવડાવી દેવાના છે. તેવા શબ્દનો પ્રયોગ થયો છે 

અને તેમણે પક્ષ પલટા માટે કરોડો રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ છે. કરજણ બેઠક ભાજપ માટે જોખમી જ ગણાય છે અને તેમાં પક્ષના નેતાઓની વાતચીતનો ઓડીયો વાયરલ થતાં પક્ષનું મોવડી મંડળ પણ ચોંકી ગયુ છે અને ડેમેજ ક્ધટ્રોલની કવાયત હાથ ધરી છે.સુત્રોના જણાવ્યા મુજબ ફકત કરજણ નહિં અનેક બેઠકો પર આ રીતે પક્ષમાં આયાતીઓ સામે અસંતોષ છે.