શહેરમાં ગતરોજ રાત્રી દરમિયાન ખાબકેલા વરસાદને પગલે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાતા સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાના પ્રિમોન્સુનની કામગીરી અને વિકાસની પોલ ખોલી નાખી છે. શહેરના રાજમહેલરોડ સ્થિત કાશીવિશ્વનાથ મંદિર તથા મંદિર પાછળ આવેલ તળાવ સાથે સાથે મંદિરની સામે આવેલ લાલબાગ બ્રિજની નીચે આવેલા રોડપર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. લાલબાગ બ્રિજ નીચેના એકતરફના રસ્તાપરથી વાહનો જતાં અટકી ગયા હતા અને વાહન ચાલકોને ફ્લાઇઓવર બ્રિજ પરથી આવવાનો વારો આવ્યો હતો.નોકરિયાત વર્ગ, શાળાએ જતાં વિધ્યાર્થીઓ તથા ઇમરજન્સી વાહનો ને પણ અહીં હાલાકી ભોગવવી પડી હતી. લાંબા ટ્રાફિક જામના પણ અહીં દ્રશ્યો જાેવા મળ્યા હતા સાથે જ કાશીવિશ્વનાથ મંદિર પરિસરમાં પણ પાછળ આવેલા તળાવનું વરસાદી પાણી મ ફરી વળ્યા હતા.ઇલેક્શન વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના મ્યુનિ. કાઉન્સિલર બાળુ સૂર્વે દ્વારા અનેક રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ નહી આવતા તેમજ કાંસ માંથ વરસાદી પાણીનો ઝડપ થી નિકાલ નહી થતા રાજસ્થંભ સહિત આસપાસની સોસાયટીઓમાં પણ ફરી પાણી ભરાયા હતા. જાેકે, વરસાદ રોકાત ઉતરી ગયા હતા.

વાઘોડિયા રોડ રેવા પાર્ક ગાર્ડન તળાવમાં ફેરવાઈ ગયું

 વાઘોડિયા રોડ ખાતે આવેલા વડોદરા મહાનગર પાલિકા ના રેવા પાર્ક ગાર્ડનમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણથી સુધીના પાણી ભરાયે હતા.ગાર્ડન તળાવમાં ફેરવાયેલુ જાેઈ લોકોમાં આશ્ચર્ય ફેલાયુ હતુ. આ ગાર્ડનમાં કોઈપણ પ્રકારની ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. ગાર્ડનની અંદર પાણીના બહાર નીકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં ગાર્ડનમાં આવતા સિનિયર સિટીઝનો માટે ગાર્ડનમાં ચાલવું તો દૂર અહીં પગ મૂકવો પણ મુશ્કેલ બની ગયો છે.