કાશ્મીરનું બજેટ તમને મળેલી  imfની ભીખ કરતાં પણ વધારે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ફેબ્રુઆરી 2026  |   2574


નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના ૫૫માં સત્રમાં પાકિસ્તાને હંમેશાની જેમ કાશ્મીરનો રાગ આલાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતના ડિપ્લોમેટ અનુપમા સિંહે તેને એવો જડબાતોડ જવાબ આપ્યો કે દુનિયા જાેતી જ રહી ગઈ. તેમણે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે, પાકિસ્તાન લા-લા લેન્ડ એટલે કે કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે. અનુપમા સિંહે પાકિસ્તાનને અરીસો દેખાડીને તેની બોલતી બંધ કરી દીધી. તેમણે પાકિસ્તાનના પ્રોપગેન્ડાને તો ધ્વસ્ત કરી જ દીધો, પરંતુ આ સાથે-સાથે તેની આર્થિક પાયમાલી અને જમ્મુ-કાશ્મીરની ખુશહાલી વચ્ચેનું એ અંતર પણ દુનિયાને જણાવ્યું, જેનાથી ચોક્કસપણે પાકિસ્તાનને મરચા લાગશે. તેમણે કહ્યું કે, કાશ્મીરનું બજેટ તમને મળેલી આઇએમએફની ભીખ કરતાં પણ વધારે છે.

અનુપમા સિંહે પાકિસ્તાનના આર્થિક સંકટ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, કદાચ પાકિસ્તાનને એ બાબત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે કે, એકલા જમ્મુ-કાશ્મીરનું વિકાસ બજેટ તેના સમગ્ર બેલઆઉટ પેકેજથી બમણા કરતા પણ વધુ છે, જેના માટે પાકિસ્તાન આઇએમએફ યયયયયય સામે કટોરો લઈને ઊભુ છે. જાે પાકિસ્તાનને વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ ચિનાબ બ્રિજ નકલી લાગે છે, તો તે સ્પષ્ટ છે કે તે વાસ્તવિકતાથી ખૂબ દૂર, એક કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યું છે. ભારતે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તેના સૂરમાં સૂર મિલાવનાર ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનને પણ આડે હાથ લીધું. અનુપમા સિંહે કહ્યું કે ઓઆઇસી સંપૂર્ણપણે એક દેશ (પાકિસ્તાન)ના પ્રોપગેન્ડાનો ગુલામ બની ચૂક્યું છે. આ સંગઠન હવે માત્ર પાકિસ્તાનની રાજકીય મજબૂરીઓનું પુનરાવર્તન કરનારું એક ઈકો ચેમ્બર બનીને રહી ગયું છે. પાકિસ્તાની પ્રોપગેન્ડાના તથ્યોને કચડતા ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કહી દીધુ છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે. કોઈ પણ ખોટો પ્રચાર આ સત્યને બદલી શકશે નહીં. ૧૯૪૭ના ભારતીય સ્વતંત્રતા કાયદા હેઠળ કાશ્મીરનો ભારતમાં વિલય સંપૂર્ણપણે કાયદેસર અને અંતિમ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution