કષ્ટભંજન હનુમાન દાદાને હિમાલયનો ભવ્ય શણગાર કરાયો, દાદાના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી
13, જાન્યુઆરી 2021 297   |  

બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમા મંદિર જ્યાં દેશ વિદેશથી હરિભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ કહેવાય છે કે, શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મંદિરે રોજ બહોળી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવે છે. તેમજ હનુમાનજી મંદિરે અલગ અલગ તહેવારો કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકુટ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો છે, જેમાં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવે છે. ત્યારે બુધવારના રોજ સાળંગપુર હનુમાન દાદાને ભવ્ય હિમાલયનો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં દાદાની મૂર્તિ પાસે હિમાલય જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે હાલ હિમાલયમાં બરફ પડતા કેવો નજારો જોવા મળતો હોય છે, તે પ્રમાણે દાદાને શણગાર કરી હિમાલય જેવો નજારો ઉભો કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution