દિલ્હી-

દેશ માં ખેડૂતો નું આંદોલન વેગ પકડી રહ્યું છે અને આંતર રાષ્ટ્રીય સ્તરે થી સમર્થન મળી રહ્યું છે ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર આવેલ સિંધુ બોર્ડર પર જઇ ખેડૂતોની મુલાકાત કરનાર છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ 8 ડિસેમ્બરના રોજ ખેડૂતોના ભારત બંધ ના એલાન ને પોતાનો ટેકો જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે સરકાર અને ખેડૂતો વચ્ચેની પાંચમી રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી હતી. ત્યારબાદ કેન્દ્રએ 9 ડિસેમ્બરે ડેડલોક સમાપ્ત કરવા માટે બીજી બેઠક બોલાવી છે. ખેડૂત નેતા બલદેવસિંહ યાદવે બંધને શાંતિપૂર્ણ બનાવી રાખવા માટે સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કહ્યું કે સરકાર અમારી સાથે યોગ્ય વર્તન કરી રહી નથી, તેથી અમારે ન છૂટકે ભારત બંધનું એલાન આપવાની ફરજ પડી છે.