ગરીબ પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, માર્ચ 2026  |   2970

ગાંધીધામ, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) પરિસ્થિતિને કારણે ઊર્જા પુરવઠા પર ઉભા થયેલા જાેખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૧૪૫૨ કેએલ (હજાર લિટર) કેરોસીનનો એડહોક (છઙ્ઘ-ર્રષ્ઠ) જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા (કૂકિંગ) અને પ્રકાશ (લાઇટિંગ) માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરીને જણાવાયુ છે. રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ આ મુજબ રહેશે. કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ કેએલ માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ કેએલ (૩૬ હજાર લીટર)ની ફાળવણી કરવામા આવશે. ઉપરોક્ત કેરોસીનના જથ્થામાંથી પરિવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે. આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમાં કલેક્ટર દ્વારા ડિમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે. કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે. કેરોસીનના વિતરણમાં પણ આ મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે. ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ. શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ. રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ. બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે. અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે એલપીજી પર આધારિત છે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સાંપ્રત પરિસ્થિતિમાં આ મુજબના સૂચનો કરાયા છે. જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ તથા એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકિંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય. રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ, કઠોરને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉજાસ્ર્ત્રાેત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution