ખેડા-

આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરાઈ છે. જે હડતાળમાં ખેડા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા છે. કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી જિલ્લા વિકાસ અધિકારીને પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી હતી. અચોક્કસ મુદતની હડતાળ સાથે ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસ તથા ધરણા તેમજ આંદોલન દરમિયાન કોવિડ કામગીરીમાં અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વિવિધ પડતર માગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા 2018 થી હડતાળ તેમજ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય અગ્રસચિવ સાથેની બેઠકમાં સાનુકૂળ પ્રતિભાવ ન મળતા હડતાળ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડાના 500થી વધુ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા હતા.