22, જુલાઈ 2020
3762 |
કીવ-
યૂક્રેનમાં બસમાં સવાર પ્રવાસીઓને બંધક બનાવનાર અપહરણકર્તાએ મંગળવારે મોડી રાત્રે પોલીસ સામે આત્મસમર્પણ કરી લીધુ હતું. પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, 13 લોકોને સુરક્ષિત મુક્ત કર્યા છે. પોલીસે અપહરણકર્તાની ધરપકડ કરી લીધી છે.
યૂક્રેનના ઉત્તરી પશ્ચિમી વિસ્તારમાં એક હથિયારધારી વ્યક્તિએ મંગળવારે બસમાં સવાર કેટલાક પ્રવાસીઓને બંધક બનાવ્યા હતાં. યૂક્રેનની સુરક્ષા સેવાએ ફેસબુક પર એક નિવેદન બહાર પાડતા કહ્યું કે હજુ 10 લોકો બંધક છે.પોલીસે આ પહેલા સંખ્યા 20 કહી હતી. ત્યારબાદ પોલીસે કીવ પશ્ચિમમાં 400 કિલોમીટરના વિસ્તારને સીલ કરી દીધો હતો. યૂક્રેનમાં બસમાં સવાર પ્રવાસીઓને બંધક બનાવનાર અપહરણકારે આત્મસમર્પણ કરી દીધું છે. પોલીસે જણાવ્યું કે, 13 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યાં છે.