દિલ્હી-

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને હવે નવો ખેલ શરૂ કર્યો છે. પાકિસ્તાન સરકારે જાધવને વકીલ આપવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ભારત સરકારની સહાય વગર જાધવ વકીલ નહીં રાખી શકે તેમ કહેવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જાધવે પોતાની સજા વિરૂદ્ધ રિવ્યુ પિટીશન દાખલ કરવા મનાઈ કરી દીધી છે.

ભારતીય અધિકારીઓ ગત સપ્તાહે પાકિસ્તાનમાં મૃત્યુની સજા પામેલા કુલભૂષણ જાધવને મળવા માટે પાકિસ્તાન ગયા હતા. આ મુલાકાત પૂરી થયા બાદ વિદેશ મંત્રાલયે એવી ફરિયાદ કરી હતી કે, રાજદ્વારી અધિકારીઓને કાયદાકીય પ્રતિનિધિત્વની વ્યવસ્થા કરવા માટે કુલભૂષણ જાધવની લેખિત સહમતી હાંસલ નહોતી કરવા દેવાઈ. મંત્રાલયના કહેવા પ્રમાણે પાકિસ્તાનના આ વલણ બાદ ભારતીય અધિકારીઓ વિરોધ દર્શાવીને ત્યાંથી પાછા આવી ગયા હતા.