ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકના વિવાદિત કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણી મામલે અને સ્માર્ટ વીજ મીટરને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પ્રતાપ દૂધાતે નિવેદન કર્યું છે. જેમાં તેમણે કુંભાણી અંગે જણાવ્યું છે કે, જાે કુંભાણી મર્દ માણસ હોય તો જાહેરમાં આવે, આમ છુપાઈને ન બેસે. જ્યારે સ્માર્ટ વીજ મીટર મામલે અમરેલીથી આંદોલન શરૂ કરાશે તેમ પણ જણાવ્યું હતું.લોકસભાની ચૂંટણી બાદ અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ આજે પ્રથમ વખત કોંગ્રેસની કાર્યકર્તાઓના આભાર દર્શન માટે એક બેઠકનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે સુરતના વિવાદિત કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કર્યો હતો, જેના કારણે વધુ એક વિવાદ સર્જાય તેવી સંભાવના છે. અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્ડિયા ગઠબંધનની આભાર દર્શન માટેની બેઠક મળી હતી. આ બેઠકમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, ઉમેદવાર જેની ઠુમ્મર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક સંબોધતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે સૌ કાર્યકરોનો આભાર માન્યો હતો, આભાર વ્યક્ત કરવાની સાથે સાથે કોંગ્રેસ પક્ષની આગામી રણનીતિઓ અંગે પણ વાત કરી હતી. જેમાં પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સ્માર્ટ વીજ મીટરની સમસ્યા સામે અમરેલીથી જ આંદોલન શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે.અમરેલી ખાતે મળેલી બેઠક બાદ પત્રકારો સાથે વાત કરી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે સુરતના વિવાદિત કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો. દૂધાતે જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણી જાે મર્દ માણસ હોય તો તેને જાહેરમાં રહેવુ જાેઈએ, આમ છુપાઈને બેસી રહેવું જાેઈએ નહી. પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત દ્વારા સ્માર્ટ વીજ મીટર સામેની લડાઈની જાહેરાત અને નિલેશ કુંભાણી પર કરેલા પલટવારના નિવેદન આગામી દિવસોમાં કોઈ નવો વળાંક સર્જે તો નવાઈ નહીં.