બાર્સિલોના

મેસ્સીએ સ્પેનિશ ફૂટબોલ લીગ લા લિગામાં તેની રેકોર્ડ ૫૦૫ મી મેચમાં બે ગોલ કર્યા, જેનાથી બાર્સેલોના અલાવેસ સામે ૫-૧થી મોટી જીત મેળવી. મેસ્સીએ બાર્સેલોના માટે લીગમાં સૌથી વધુ મેચ રમવાના જાવી હર્નાન્ડેઝના રેકોર્ડની બરાબરી કરી અને મેચને યાદગાર બનાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી.

સ્ટાર સ્ટ્રાઈકરે પહેલા હાફની ઈજાના સમયમાં અને પછી ૭૫ મી મિનિટમાં ગોલ કર્યા. તેના સિવાય ફ્રાન્સિસ્કો ટ્રિનાકોએ પણ બે ગોલ કર્યા હતા જ્યારે જુનિયર ફિર્પોએ ટીમનો છેલ્લો ગોલ કર્યો હતો.

બાર્સિલોના ૨૨ મેચમાં ૪૬ પોઇન્ટ પર પહોંચી ગઈ છે અને ચીરહરીફ રીઅલ મેડ્રિડના બરાબરી પહોંચી ગઈ છે પરંતુ તે ગોલ તફાવતમાં આગળ છે. એટલેટિકો મેડ્રિડે ગ્રેનાડા સામે ૨-૧થી જીત મેળવીને તેમની સ્થિતિ ટોચ પર મજબૂત કરી છે.

૨૧ મેચમાંથી એટ્‌લેટિકોના ૫૪ પોઇન્ટ છે. તેની તરફથી માર્કોસ લોરેન્ટે અને એન્જલ કોરીઆએ ગોલ કર્યા. અન્ય મેચોમાં, સેવિલાએ હુસ્કાને ૧-૦થી હરાવ્યું જ્યારે ઇબર અને વેલાડોલીડે ૧-૧થી ડ્રો રહી.