લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
સુરત |
1881
શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાં બોટનિકલ ગાર્ડનની સામે આવેલ ઉગત વોટર વર્કસમાં પાણીની પાઇપલાઇન અને જાેઇન્ટ્સનાં મેઇન્ટેનન્સમાં ખામીને કારણે પાણીનો જથ્થો ઓવરફ્લો થતાં લાખો લીટર પાણી રસ્તા પર વહી જવા પામ્યું હતું. પાણીનો મોટો જથ્થો રસ્તા પર વહી જતા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉગત વોટર વર્કસથી પંચવટી સોસાયટી થઇ બહાર બોટનિકલ ગાર્ડનવાળા મેઇન રોડ પર અંદાજિત એક કિલોમીટર વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિક લોકોની હાલત કફોડી થવા પામી હતી. વાહનચાલકો અને ખાસ કરીને ચાલતાં જતાં લોકોએ પાણીની અંદરથી ચાલવાની નોબત આવતા લોકોમાં રોષ જાેવા મળ્યો હતો.