નૌશાદ સોલંકીની હાજરીમાં કોળી સમાજના ૫૨ ગામોના આગેવાનો કોંગ્રેસમાં જાેડાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026  |   2376

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જાેડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જાેડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જાેડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution