દિલ્હી-

બાઈડન ઇચ્છતા હતા કે અફઘાનિસ્તાનના જનરલ બિસ્મિલ્લાહને તાલિબાન સામે લડવાની જવાબદારી મળે. ફોન કોલથી જાહેર થાય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ અફઘાન સૈન્યને મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હતા. તેમને ખ્યાલ નહોતો કે તાલિબાન આવતા મહિને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજાે કરવા જઈ રહ્યું છે. અશરફ ગનીએ વાતચીત દરમિયાન બાઈડનને પાકિસ્તાન વિશે ચેતવણી પણ આપી હતી. ગનીએ કહ્યું હતું કે પાકિસ્તાને તાલિબાનને સપોર્ટ આપવા માટે તેના ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ લડાકુઓને મોકલ્યા છે. તેઓ અફઘાનિસ્તાનમાં તાલિબાન વતી લડી રહ્યા છે. આ વખતે તાલિબાને પૂર્ણ તાકાતથી હુમલો કર્યો છે. પક્ષો તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ૩૧ ઓગસ્ટની રાત્રે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના તમામ સૈનિકો પાછા ખેંચી લીધા હતા.

એક અહેવાલ મુજબ અમેરિકાએ ફોન કોલના થોડા દિવસો પહેલા અફઘાનિસ્તાનમાં તેનો મહત્વપૂર્ણ બેસ બંધ કરવાનું શરૂ કર્યું હતું. અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોના પરત ફર્યા પછી પંજશીરને છોડીને દરેક જગ્યાએ તાલિબાની શાસન છે. ૧૫ ઓગસ્ટે અશરફ ગનીના અફઘાનિસ્તાન છોડ્યા પછી તાલિબાને ઝડપથી કાબુલ પર પણ કબ્જાે કરી લીધો હતો. તેના ૨૩ દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન અને અશરફ ગની વચ્ચે ૧૪ મિનિટ લાંબી વાતચીત થઈ હતી. રોઈટર્સે આ વાતચીત પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ૨૩ જૂલાઈએ ગની અને બાઈડન વચ્ચે શું વાતચીત થઈ. રિપોર્ટ પ્રમાણે બાઈડને ગની પાસેથી તાલિબાનને રોકવાની યોજના માંગી હતી. બાઈડને કહ્યું હતું કે યોજના મળ્યા પછી જ તેઓ મદદ મોકલશે. આ પહેલા અમેરિકાએ અફઘાન આર્મીના સપોર્ટમાં એરસ્ટ્રાઈક્સ પણ કરી હતી.