અમેરિકી-
અમેરિકી સંગીતકાર અને રૈપર કાન્યે વેસ્ટના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર જાણે ભૂકંપ લાવી દીધો છે. જેને પણ આ વીડિયોને જોયો છે, તેનું મગજ પણ ચકરાવે ચડી જાય છે. હકીકતમાં જોઈએ તો, આ વીડિયોમાં ખુદ કાન્યે વેસ્ટ છે કે નહીં, તેની કોઈ પુષ્ટિ થઈ નથી. જો કે, આ વીડિયો તેના ઓફિશિયલ ટ્વીટક અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ગ્રેમી અવોર્ડ્સ ટ્રોફી વોશરૂમમાં ટોયલેટ પોટમાં છે અને તેના પર કોઈ પેશાબ કરી રહ્યુ છે.
ન્યે વેસ્ટે આ વીડિયોના કૈપ્શનમાં લખ્યુ છે કે, જાણી લેજો હું અહીંથી રોકાઈશ નહીં. કાન્યે વેસ્ટે ફક્ત આટલુ જ નહીં કર્યુ, તેણે બુધવારના રોજ ટ્વીટર પર કોઈ મ્યૂઝિક કોન્ટ્રેક્ટ્સના પન્નાને શેર કર્યા છે અને કહ્યુ છે કે, તે આધુનિક સમયમાં ગુલામીમાંથી મુક્ત થવા માગે છે. હકીકતમાં જોઈએ તો, ગ્રેમી એવ્રોર્ડ પર પેશાબ કરતો આ વીડિયોથી સનસની ફેલાઈ છે. જ્યાં કાન્યેની પણ ખૂબ વિરોધ થઈ રહ્યો છે. હું ચૂપ નહીં રહી શકતો કાન્યે વેસ્ટે એક આવી જ ટ્વીટમાં લખ્યુ છે કે, મને ખબર છે કે, કોઈ સંગીતકારોને આવું કહેવાની મંજૂરી નથી. પણ હું ચૂપ રહી શકુ નહીં. હું હંમેશની માફક કહેવા જઈ રહ્યો છું. એક અન્ય ટ્વીટમાં તે લખે છે કે, આ મારા યુનિવર્સલ કોન્ટ્રેક્ટ્સ છે. હું ઈચ્છુ છું કે, આ દુનિયાના તમામ વકીલો જોવે.
Loading ...