દેશના સન્માન અને સ્વાભિમાનને જાળવવા કટીબધ્ધ બનીએ  મંત્રી

વલસાડ,  વલસાડના મોગરાવાડી પોલીસ હેડક્વારર્ટર ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો કાર્યક્રમમાં રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્યા બાદ રાજ્યના સહકાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રજાને દેશ ભક્તિ તરફ વળવાનો સંદેશ આપ્યું હતુ  ડૉ. બાબાસાહેબ આંબેડકરે, વિશિષ્ટવ અને બેજાેડ ભારતીય સંવિધાનની રચના કરીને દેશની એકતા, અખંડિતતા, સંપ્રભુતા અને વિકાસનો મજબુત પાયો નાંખ્યોા છે, જેના પરિણામે, આજે આપણે સૌ, આઝાદ ભારતમાં વિકાસના મીઠા ફળ આરોગી શકીએ છીએ. બાબતે મંત્રીએ પ્રજાને માર્ગદર્શન આપ્યા હતા વલસાડ ખાતે ગણતંત્ર પર્વ ઉજવણી નિમિત્તે રંગારંગ સાંસ્કૃતતિક કાર્યક્રમો પણ નગરજનોને માણવા મળ્યા હતા. ગણતંત્ર દિવસે મંત્રીીના હસ્તેક કોરોના મહામારીમાં કામગીરી કરનારા, રમતગમત ક્ષેત્રના શ્રેષ્ઠે ખેલાડીઓ, પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનો, આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠશ કામગીરી, ઇમરજન્સીપ સેવાની પ્રસિશ્તલ કામગીરી કરવા બદલ મંત્રીશ્રીના હસ્તેક સન્મા‍નિત કરાયા હતા.પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજુ થયેલા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વિજેતા કૃતિઓને પણ મહાનુભાવોના હસ્તેા પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા્‌ હતા. વલસાડના ગણતંત્ર દિવસ ઉજવણીના આ કાર્યક્રમ દરમિયાન વલસાડ શહેર સહિત તાલુકાના પ્રજાજનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ, મીડિયાકર્મીઓ વગેરેએ ઉપસ્થિસત રહી રાષ્ટ્રરધ્વનજને સલામી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વલસાડના અધિક નિવાસી કલેક્ટરે એ.એન.રાજપૂત, વલસાડના પ્રાંત અધિકારી નિલેશભાઇ કુકડીયાના વડપણ હેઠળ તેમની ટીમના સભ્યોસએ સેવા બજાવી હતી.કાર્યક્રમના અંત ભાગમાં પોલીસ બૅન્ડશની સૂરાવલીઓ સાથે રાષ્ટ્રભગીતનું ગાન કરાયુ હતુ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution