લોકસત્તા ડેસ્ક 

જામફળ ખાવામાં જેટલું મીઠું મધુરું છે તેટલું જ ગુણકારી પણ છે. અને તેની વાનગીઓ તો સ્વાદ અને સ્વાસ્થ્યનો ભંડાર ગણાય છે. તો ચાલો આજે રસોડામાં બનાવી લઈએ હેલ્ધી એવી સીઝનલ ફ્રૂટ જામફળની ચટણી. જામફળને શાક અને ફ્રૂટ બંનેમાં ગણવામાં આવે છે. તેની ચટણીને તમે પરોઠા સાથે પણ પીરસી શકો છો. તો જાણી લો રેસિપી અને કરી લો ટ્રાય. 

સામગ્રી

-1 નંગ પાકું જામફળ

-2 થી 3 નંગ લીલા મરચાં

-1/2 ઈંચનો આદુંનો ટુકડો

-2 ટેબલસ્પૂન કોથમીર

-1/2 ટીસ્પૂન ખાંડ

-1 ચપટી મરી પાવડર

-1/2 ટીસ્પૂન જીરૂં

-1 ચપટી સંચળ

-1 ટીસ્પૂન લીંબુનો રસ

-મીઠું સ્વાદાનુસાર

રીત 

સૌપ્રથમ જામફળને ધોઈને સાફ કરીને કટ કરી લો. ત્યાર બાદ બધી જ સામગ્રીને મિક્સરમાં મિક્સ કરીને વાટી લો. સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે. આ ચટણી થેપલા, પરોઠા કે કોઈ ફરસાણની સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બસ તો આ શિયાળા જામફળની ચટણીનો ચટાકો લેવાનું ભૂલતા નહીં. જામફળના ગુણોની વાત કરીએ તો, તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જેના કારણે તે સ્કિનને લગતી ઘણી બિમારીઓમાં રામબાણ ઈલાજ ગણાય છે. આ સિવાય એસિડિટી, અસ્થમા, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલથી છુટાકારા માટે પણ તેને ઋતુમાં ચોક્કસથી ચાખવું જ પડે. જો આટ આટલા ફાયદા જાણ્યા પછી પણ આપણે જામફળને મેનુમાં સામેલ કરવું જ રહ્યું.