મુજમહુડા ભૈરવનગરના મકાન ઉપર વીજળી પડતાં દીવાલમાં ગાબડું પડ્યું
29, જુન 2022

મુજમહુડા ભૈરવનગરના મકાન ઉપર વીજળી પડતાં દીવાલમાં ગાબડું પડ્યું

વડોદરા, તા.૨૭

શહેરમાં મોડીસાંજે ગાજવીજ સાથે એક ઈંચ જેટલો સાદ પડયો હતો.વીજળીના પ્રચંડ કડાકા સાથે થયેલા વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વીજળી પડી હોવાની માહિતી સામે આવી છે. જેમાં મુજમહુડા વિસ્તારમાં આવેલ ભૈરવનગરમાં એક મકાન પર વીજળી પડતા ત્રણ બાય ત્રણનુ ગાબડું પડી ગયું હતું. અને આ વીજળી શૌચાલયમાંથી ઘરમાં પ્રવેશતા ટી.વી., ફ્રીજને નુકસાન થયું હતું. આ સાથે ભૈરવ નગરમાં ૧૫ જેટલા મકાનોમાં ટી.વી. અને ફ્રીજને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. ઉપરાંત કેટલાક મકાનમાં પાણીની પાઈપ પણ વીજળી પડતા તુટી ગઈ હતી.

શહેરના મુજમહુડા ભૈરવનગરમાં રહેતા સ્થાનિક રહિશે જણાવ્યું હતું કે મોડી સાંજે પ્રચંડ વીજળીના કડાકા સાથે પડેલા વરસાદ દરમિયાન ભૈરવનગરમાં રહેતા શીવનાથ તુકારામ સેંગરના મકાન પર વીજળી પડતાં મકાનના સ્લેબમાં ગાબડું પડી ગયું હતું. ગાબડું પાડીને આ વીજળી તેઓના મકાનથી શૌચાલયમાં પડી હતી. જેના કારણે વીજળીના ઝટકાથી ટીવી અને ફ્રીજ પણ ઉડી ગયા હતા. આ મકાનની સાથે આસપાસના મકાનોમાં પણ વીજળી પડવાની અસર થતા રાજેન્દ્રભાઇ ભગવાનભાઇ શિદે તેમના મકાનની નીચે રહેતા તેમના ભાઇ દિલીપભાઇ શિદે સહિત ૧૫ જેટલા લોકોના ઘરમાં ટીવી અને ફ્રીજ સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉડી ગયા ગયા હતા. વધુમાં જણાવ્યું હતું કે વીજળીના કડાકા સાથે થયેલા વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવાથી લોકો ઘરની બહાર હતા. પરિણામે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આ બનાવને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જાેકે,આ વિસ્તારમાં વીજળી પડવા થી કેટલાક લોકોના ઘરમાં છત પર મુકેલ પાણીની ટાંકીનો પાઈપ પણ તૂટી ગયો હતો.જાે કેટલાક લોકોના બારી બારણાને પણ નુકસાન થયુ હોંવાનુ સ્થાનિક રહિશોએ જણાવ્યુ હતુ.

આ ઉપરાંત મેયર તેમજ સ્થાયી સમિતીની ચેરમેનની પાલિકા સ્થિત ઓફીસ માં મોનીટર તેમજ સીપીયુ બંધ થઈ ગયુ હોંવાનુ જાણવા મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution