વડોદરા, તા. ૧૫

હરણી મોટનાથ તળાવ ખાતે લેકઝોનમાં સર્જાયેલી હોડી દુર્ઘટનામાં સંડોવાયેલા લેકઝોનનો મુખ્ય સંચાલક પરેશ શાહની પત્ની તેમજ પુત્ર અને પુત્રી બનાવના ૨૮ દિવસ બાદ શહેરના છેવાડે હાઇવે પર દેણા ચોકડી પાસેથી નાટ્યાત્મક ઢબે ઝડપાતા પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. હોડીકાંડમાં પરેશ શાહનો પરિવાર ઝડપાતા તેઓની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે, તેમ મનાઈ રહ્યું છે. આ બનાવમાં કોટિયા પ્રોજેક્ટનો એક ભાગીદાર હજુ પણ ફરાર છે, પોલીસે હવે તેની ઘનિષ્ટ શોધખોળ શરૂ કરી છે.

હરણીના મોટનાથ તળાવ સ્થિત લેકઝોનમાં ગત ૧૮મી જાન્યુઆરીએ પિકનિકમાં આવેલા વિદ્યાર્થીઓની ઓવરલોડ થયેલી બોટ પલ્ટી ગઈ હતી, જે દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત ૧૪નાં મોત નીપજ્યા હતા. આ બનાવમાં લેકઝોનનો કોન્ટ્રાક્ટ ધરાવતાં કોટિયા પ્રોજેક્ટના ૨૦ ભાગીદારો તેમજ પેટા કોન્ટ્રાક્ટર, પડદા પાછળના સંચાલકો અને બોટ આપી ત્રિપક્ષીય કરાર કરીને ભાગીદાર બનેલા કોન્ટ્રાક્ટરોની ની હરણી પોલીસે સમયાંતરે ધરપકડ કરી હતી. મુખ્ય સંચાલક પરેશ શાહની પત્ની નુતન તેમજ પુત્રી વૈશાખી અને પુત્ર વત્સલ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હોઈ તેઓ હોડીકાંડની દુર્ઘટના સર્જાતા જ મકાનને તાળાં મારી ફરાર થઈ ગયા હતા. હોડી કાંડના ૨૮ દિવસ સુધી ફરાર રહેલો પરેશ શાહનો પરિવાર શહેરના છેવાડે હાઈવે પર દેણા ચોકડી પાસેથી ઝડપાતા પોલીસે ત્રણેયની અટકાયત કરી અને તેઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.

હોડીકાંડની તપાસ માટે રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારી ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીઓ વિરુદ્ધ ૭૦ મુજબ વોરંટ મેળવી તેઓની મિલકતો ટાંચમાં લેવાની તેમજ તેઓના બેંક એકાઉન્ટ ફ્રીજ કરવાની પોલીસે તજવીજ શરૂ કરી હતી. દરમિયાન ચારે તરફથી ઘોંસ વધતા આખરે પરેશનો ભાગેડુ પરિવાર અત્રે આવતા ઝડપાઈ ગયો છે. પરેશ શાહની પત્ની, પુત્ર અને પુત્રી ત્રણેય જણા વડોદરાથી ભાગીને ભરૂચ ગયા હતા અને ત્યાંથી રાજસ્થાનમાં રોકાયા બાદ છેલ્લા ચાર દિવસથી તેઓ ફરી ભરૂચમાં રહેતા હતા. દરમિયાન પરેશની પત્ની નુતનની તબિયત લથડતાં તે તેના બંને સંતાનો સાથે ભરૂચથી અત્રે સારવાર માટે આવતા જ ત્રણેયને દેણા ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પરેશ શાહ પણ નાટ્યાત્મક ઢબે પોલીસમાં હાજર થયો હોવાની વાત વહેતી થઈ હતી, પરંતુ પોલીસે તેનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે પરેશ શાહ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં આવીને હાલોલ-કાલોલ રોડ પર ધાબા પર ચા પીવા માટે જતો હતો તે સમયે ઝડપી પાડ્યો હતો. જ્યારે આજે પરેશનો પરિવાર પર કોઈ ખાનગી વાહનમાં નહીં, પરંતુ પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન મારફત હાઈવે પર દેણા ચોકડી પાસે ઉતરતા તેઓને ઝડપી પાડ્યાનું પોલીસે જણાવ્યું હતું.

આ ત્રણેય આરોપીઓને આવતીકાલે રિમાન્ડ પર કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

પરેશ શાહની જેમ તેનો ભાગેડુ પરિવાર પણ નાટ્યાત્મક ઢબે હાઇવે પર ઝડપાયો

ભરૂચમાં આશરો આપનાર સામે ગુનો નોંધાશે

પરેશની પત્ની,પુત્ર અને પુત્રી હોડીકાંડના ૨૮ દિવસ સુધી પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યા છે. જાેકે આ ત્રણેય જણા વડોદરાથી ભરુચ અને ત્યાંથી રાજસ્થાનમાં તેમજ ચાર દિવસથી ફરી ભરુચમાં આવીને રોકાયું હતું. જાેકે તેઓ ભરુચમાં કોની ત્યાં રોકાયું હતું તેની હજુ પોલીસ પુછપરછ કરી શકી નથી પરંતું તેઓને ભરુચમાં આશરો આપનાર સામે પણ ગુનો નોંધાશે.

પરેશ શાહનો પુત્ર વત્સલ કોટિયા પ્રોજેક્ટમાં સિગ્નેચરી ઓથોરિટી હતો

લેકઝોનનું સંચાલન કરવા માટે કોર્પોરેશન સાથે કોટિયા પ્રોજેક્ટે જે કરાર કરેલો તેમાં ૧૬ ભાગીદારો હતા. આ ૧૬ ભાગીદારો પૈકી જમીનદલાલ ભાઈઓ દિપેન શાહ અને ધર્મિલ શાહ તેમજ બીજીતરફ વસ્તલ શાહ અને ધર્મિન ભટાણી લેકઝોનના આર્થિક વ્યવહારો કરવા માટે સિગ્નેચરી ઓથોરિટી હતી. કરાર મુજબ દિપેન કે ધર્મિલ પૈકી કોઈ એકની તેમજ વત્સલ કે ધર્મિન પૈકી એકની સહીથી વ્યવહાર થતો હતો.

અત્યાર સુધી કુલ ૧૯ આરોપીઓની ધરપકડ

લેકઝોન હોડીકાંડમાં પોલીસે અત્યાર સૈાપ્રથમ લેકઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી તેમજ બોટ ઓપરેટરો નયન ગોહિલ અને અંકિત વસાવા તેમજ ભાગીદારો ટ્રાન્સપોર્ટરો વેદપ્રકાશ યાદવ, ભીમસિંહ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે સમયાંતરે બિનીત કોટિયા, પરેશ શાહ, ગોપાલ શાહ, નિલેશ જૈન, જતીન દોશી, તેજલ દોશી, નેહા દોશી, અલ્પેશ ભટ્ટ, દિપેન શાહ, ધર્મિલ શાહ, વત્સલ શાહ, નુતન શાહ અને વૈશાખી શાહ સહિત કુલ ૧૯ની ધરપકડ કરી છે જયારે એક આરોપી ધર્મિન ભટાણી હજુ ફરાર છે અને પોલીસ ફરિયાદમાં દર્શાવેલા લેકઝોનના ભાગીદાર હિતેષ કોટિયાનું હોડીકાંડ અગાઉ અવસાન થયેલું છે.

પરેશ શાહના પરિવારની ૨૦ ટકા ભાગીદારી હતી

સીટની તપાસ દરમિયાન એવી વિગતો મળી હતી કે કોટિયા પ્રોજેક્ટના નામે ગત ૨૦૧૭માં લેકઝોનનું સંચાલન હાથમાં લેવાયું તે સમયે વત્સલ પરેશ શાહની પ્રોજેક્ટમાં ૧૦ ટકા ભાગીદારી હતી. જાેકે કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર નહી હોવા છતાં પડદા પાછળ લેકઝોનનું સંચાલન કરતા પરેશ શાહેની પત્ની નુતન અને પુત્રી વૈશાખી પણ ૨૦૧૮માં કોટિયો પ્રોજેક્ટમાં ૫-૫ ટકાની ભાગીદાર બની હતી અને આમ પરેશ શાહનો પરિવાર કોટિયો પ્રોજેક્ટમાં કુલ ૨૦ ટકાની ભાગીદારી ધરાવતો હતો.

કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર ધર્મિન ભટાણીની મિલકતો ટાંચમાં લેવાની તજવીજ

હોડીકાંડમાં હજુ પણ કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર ધર્મિન ભટાણી (અંબે સોસાયટી, સનશાઈન હોસ્પિટલ પાસે, દિવાળીપુરા) હજુ પણ ફરાર છે. આ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ધર્મિનનું બેંક એકાઉન્ટ સીઝ કર્યા બાદ હવે તેની મિલકતો ટાંચમાં લેવાની તજવીજ શરૂ કરવામાં આવશે.