લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
વડોદરા |
1881
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ૧૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર આશીષ જાેશી, ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની બંને પુત્રી નીલમ ધનંજય નિગમ અને દિપા અતુલ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. ઉપરાંત, સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ, ગોપાલ રવજીભાઈ રબારી અને તીર્થ જતીનભાઈ બ્રમ્હભટ્ટને પણ ઉમેદવાર જાહેર કરાયા છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ અને બાળુ સૂર્વેને પણ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે વોર્ડ - ૧૪ અને વોર્ડ - ૧૫ની પેનલના તમામ ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી છે.