ચરોતરમાં લોકલ સંક્રમણ?

આણંદ : આણંદ જિલ્લામાં દિવાળીમાં એકઠી થયેલી ભીડ અને વહીવટી તંત્રની બેદરકારીના પરિણામો હવે સામે આવવા લાગ્યાં છે. સોમવારે આણંદમાં કોરોના બ્લાસ્ટ થયો હતો. એકસાથે વધુ ૨૭ પોઝિટિવ કેસ નોંધાતા હવે લોકલ સંક્રમણ શરૂ થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. આવી જ રીતે નડિયાદમાં ૨૨ નવાં કેસ નોંધાતા અહીં પણ સ્થિતિ કાબૂ બહાર ઝઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. રોજેરોજ નવાં કેસમાં ઉછાળો જાેવાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી હોવાનું કહેવાય છએ. આણંદ જિલ્લામાં રોજેરોજ જે રીતે પોઝિટિવ કેસ વધી રહ્યાં છે.

દિવાળી પછી જે રીતે ચરોતરના બંને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આળી રહ્યાં છે તે જાેતાં આગામી એક અઠવાડિયું મહત્ત્વનું સાબિત થશે, એવું લાગી રહ્યું છે. આગામી એક અઠવાડિયામાં કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતા ઉપજાવે તેવો વધારો થશે, તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારો દરમિયાન ખરીદારી માટે જે રીતે ભીડ ઉમટી પડી હતી અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં હતાં તે જાેતાં તેનાં પરિણામો હવે બહાર આવી રહ્યાં છે. આ ઉપરાંત માસ્ક નહીં પહેરવાથી કે પછી બીજી કોઈ બેદરકારી દાખાવવામાં આવી હતી તેનાં કારણે કેસોમાં ઉછાળો નોંધાયો હોવાનું કહેવાય છે. દિવાળીની ભીડમાં લોકો એકબીજાના નજીકથી સંપર્કમાં આવવાને કારણે લોકલ સંક્રમણ ફેલાયું હોવાની શક્યતા છે. દિવાળી પહેલાં કાબૂમાં આવી ગયેલાં કોરોનાએ ફરીથી માથંુ ઊંચક્યું છે. બીજી તરફ ચરોતરમાં શિયાળાની પણ શરૂઆત થઈ ગઈ હોવાથી ઠંડીમાં કોરોેનાની બીજી લહેર શરૂ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આગામી એક અઠવાડિયું લોકલ સંક્રમણના કારણે કેસોમાં વધારો થવાની શક્યતા છે. આણંદ શહેર અને જિલ્લામાં દિવાળી પછી સરેરાશ રોજ ૧૫ કેસો નોંધાઈ રહ્યાં છે, સોમવારે તેમાં જબર ઉછાળઆ સાથે નવાં ૨૭ કેસ સામે આવ્યાં હતાં, જેને લઈને વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રવિવારે આણંદ જિલ્લામાં નોંધાયેલાં ૧૫ કેસમાંથી ૮ કેસ એકલાં આણંદ શહેરનાં જ છે! બાકીના કેસમાં વિદ્યાનગરમાં બે અને ખડા, મોગર, વડોદ વગેરે ગામોમાં એક-એક કેસ સામે આવ્યો છે. નડિયાદ જિલ્લાની વાતચ કરીએ તો દિવાળી બાદ કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. છેલ્લાં ૩ દિવસમાં કોરોના દર્દીઓનો આંક ૨૦થી ઉપર જ નોંધાઈ રહ્યો છે. સોમવારે જિલ્લામાં વધુ ૨૨ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. રવિવારે ૨૩ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલાં વધુ ૪ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

ખેડા જિલ્લામાં રવિવારે શહેરના અમદાવાદી બજારમાં દવે પોળમાં રહેતા ૫૮ વર્ષના આધેડ, મંજીપુરા રોડ પર આવેલાં પુજન બંગ્લોઝમાં રહેતાં ૬૭ વર્ષના સિનિયર સિટિઝન, કોલેજ રોડ પર આવેલી નંદન પાર્ક સોસાયટીમાં રહેતાં ૫૯ વર્ષના પુરુષ, કાંકરખાડ ચોરામાં રહેતાં ૫૦ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત નડિયાદ તાલુકાના નરસંડામાં ૩૨ વર્ષની યુવતી, ૧૩ વર્ષની કિશોરી, ૪૦ વર્ષિય મહિલા, ૬૯ વર્ષના સિનિયર સિટિઝન, રાજનગરમાં રહેતાં ૫૭ વર્ષના મહિલાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ ઉપરાંત મહેમદાવાદના રતનપુરાના ભાથિજી ફળિયામાં રહેતા ૪૦ વર્ષિય યુવક અને અકલાચાના આઝાદ પોળમાં રહેતાં ૫૯ વર્ષના પુરુષ, કેસરા ગામની પટેલ ખડકીમાં રહેતાં ૨૨ વર્ષિય યુવક, ૪૩ વર્ષિય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગળતેશ્વર તાલુકાના સોનીપુર ગામે રહેતાં ૪૨ વર્ષિય પુરુષ, થર્મલ કોલોનીમાં રહેતો ૧૨ વર્ષનો કિશોર, કઠલાલ તાલુકાના લસુન્દ્રાનો ૨૮ વર્ષિય યુવક, ખેડાના હરિયાળા ગામના ૪૫ વર્ષના પુરુષ, મહુધાના ઉંદરામી ૩૨ વર્ષિય યુવતી, ડાકોરના યમુના કુંજમાં રહેતાં ૫૩ વર્ષનાં મહિલા અને ૫૬ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કપડવંજમાં ૩ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં રવિવારે કોરોનાની સારવાર લઇ રહેલા ૪ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.

લોકલ સંક્રમણથી બચવા માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો ઃ હાલ વેક્સિન નથી તો આ જ ઉપાય

વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાથી બચવાનો એક જ રસ્તો છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો. બને ત્યાં સુધી કામ ન હોય તો ઘરમાં રહો. હાલ લોકલ સંક્રમણની શક્યતાને પગલે લોકોએ જ તકેદારી લેવી પડશે. આ સંક્રમણથી બચવંુ હોય તો બહાર નીકળતી વખતે ફરજિતાયપણે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. ભીડવાળઈ જગ્યાથી દૂર રહેવા પણ લોકોને જણાવાયું છે. મોટી ઉંમરના વ્યક્તિ અને બાળકોએ તો ઘરની બહાર નીકળવું જ ન જાેઈએ.

આણંદ શહેર અને જિલ્લામાં રવિવારે આવેલાં ૧૫ કેસમાંથી ૧૦ યુવા હોવાથી ચિંતા!

આણંદ શહેર અને જિલ્લામાં સ્થિતિ ચિંતાજનક છે. રિવારે નોંદાયેલાં ૧૫ પોઝિટિવ દર્દીમાંથી ૧૦ દર્દીઓ યુવાન છે, જ્યારે માત્ર ૫ જ દર્દીઓ ૬૦ વર્ષથી ઉપરના છે. કોરોનાએ પેટર્ન બદલી હોવાનું કહેવાય છે. યુવા વર્ગમાં પણ કોરોનાનું ફેલાતુ સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે.

જાણીતાં લોકો પણ કોરોનાની ઝપટે ચડ્યાં

આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર, ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ સહિત કેટલીક જાણીતી હસ્તીઓ જે લોકસેવામાં જાેડાયેલી ચે તેઓ પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. કાંતિભાઈ સોઢા પરમારની તબિયતમાં એકદમ ઝડપથી સુધારો થઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

નડિયાદમાં ૫૦, આણંદમાં ૧૦૦ દર્દી અમદાવાદથી આવ્યાં!

સતત ચોથા દિવસે પણ અમદાવાદમાંથી કોરોના દર્દીઓને ખેડા સિવિલમાં લાવવામાં આવ્યાં હતાં. રવિવારે ખેડા સિવિલમાં દિવસ દરમિયાન ૩૯ દર્દીઓને સિવિલમાં અમદાવાદથી સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી ખેડા સિવિલમાં ૫૦ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જાેકે, કેટલાંક દર્દીઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તેવી રીતે જ આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે.

ખેડા અને આણંદની ખાનગી હોસ્પિટલમાં બેડ વધારવા કવાયત

સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં દિવાળી બાદ કોરોના બેકાબૂ બન્યો છે. અમદાવાદની તમામ કોવિડ-૧૯ હોસ્પિટલ ફુલ થઇ ગઇ છે. હાલમાં ડોક્ટરો ઘટ વર્તાઇ રહી છે. પરિણામે અમદાવાદ શહેરના કોરોના દર્દીઓ ખેડા સિવિલ અને કરમસદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ખેડા સિવિલ શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદના દર્દીઓને સારવાર માટે લઇ આવતી ૧૦૮ એમ્બ્યૂલન્સથી ભરાયેલી જાેવાં મળી હતી. તેમજ અગામી દિવસોમાં અમદાવાદ સહિત વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ વધવાની સંભાવનાને લઇને ખેડા અને આણંદની ખાનગી હોસ્પિટલોમાં કોરોના માટે બેડ વધારવા આદેશ કરાયો છે.

કરમસદ હોસ્પિટલમાં ૫૦ બેડ વધારવામાં આવ્યા, ખાનગી હોસ્પિટલોને આદેશ

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કેટલીક ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઇને બેડની વ્યવસ્થા થઇ શકે તેવી હોસ્પિટલોને કોવિડ-૧૯ માટેના બેડ વધારવાની સૂચના આપી દેવામાં આવી છે. આણંદ શહેરના બાકરોલ ટી પોઇન્ટથી ઇન્દિરા સ્ટેચ્યૂ સુધી રોડ પર અને તેની આસપાસના વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી અધિકારીઓ મુલાકાત લીધી હતી. તેમજ ખેડા જિલ્લાની હોસ્પિટલોને કોવિડ-૧૯ના દર્દીઓ માટે બેડ વધારવાની સૂચના આપી દીધી છે. કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ૧૫૦ બેડ વધારવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution