રેમડેસિવિર ઈન્જેક્શન્સ લેવા માટે કંપની બહાર લાંબી લાઈનો લાગી ગઈ

અમદાવાદ-

રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ટોકન મેળવ્યા બાદ ઇન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. રવિવારની રજા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો રેમડેસિવિર ઈન્જેક્શન લેવા પહોંચ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ જેવા શહેરોમાંથી આવેલા લોકોએ  કોરોનાના કહેર વચ્ચે ઈન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. ઝાયડસ હોસ્પિટલ બહાર 400 કરતા વધારે લોકોએ આજે રવિવારની સવારથી જ ઈન્જેક્શન લેવા લાઈન લગાવી છે.

ઝાયડસના રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો દૂરદૂરથી આવ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ સહિત જુદા જુદા જિલ્લામાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે લાઈનો લાઈન લાગી છે. લાઈનમાં ઉભેલા 1 વ્યક્તિ 1 દર્દી માટેના ઇન્જેક્શનનો ડોઝ મેળવી શકશે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે કોરોના પોઝિટિવ દર્દીનું આધાર કાર્ડ, આરટીપીસીઆર પોઝિટિવ રિપોર્ટ અને ડોક્ટરે લખેલા લખાણ સહિતના ડોક્યુમેન્ટ જરૂરી છે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવેલા રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 899 રૂપિયા છે, જે ટેક્સ સાથે 950 માં મળે છે. એક કોરોના પોઝિટિવ દર્દીને 6 ઇન્જેક્શનની જરૂર હોય ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા ઝાયડસ કંપની દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, સ્ટોક પૂર્ણ થતાં કંપનીએ આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લગાવ્યા હતા. તેથી આગામી સ્ટોક ઉપ્લબ્ધ થતાં જ માહિતી આપવામાં આવશે તેવુ કંપનીએ જણાવ્યું હતું. જોકે, કંપનીની જાહેરાત છતાં ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવીર લેવા માટે લોકોની લાંબી લાઇન પડી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution