વડોદરા,તા.૧૩

પ્રેમી પ્રકરણનાં બનાવમાં શહેરમાં આજે હત્યાનો બનતો બનાવ બનતાં ચર્ચાનો વિષય બન્યો છે.બે દિવસ આગાઉ જ વડસર ખાતે પ્રેમી પ્રકરણ મામલે પરિણીતાને રહેસી નાખવાતાં ચકચારી બનાવની સહી હજી સુકાય નથી તેવા સમયે નવાપુરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણ મામલે પ્રેમિકાનોં ધરમાંથી જ પ્રેમી મધરાતે મૃત તથા લોહિલુહાણ હાલતમાં મળી આવતાં નવાપુર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી આ બનાવની જાણ નવાપુરા પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો. જાે કે પોલીસ પોસ્ટ મોર્ટમની રાહ જાેઈ રહી છે હલનાં તબ્બકે પોલીસે અક્સમાત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ચકચારી બનાવની વિગત એવી છે કે શહેરનાં નવાપુરા ૫૬ ક્વોર્ટસમાં રહેતો હર્ષ કનૈયાલાલ સોલંકી ઊ.વ.૨૪ ખાનગી ઓનલાઈન બાયઝુસ સંસ્થામાં નોકરી કરતો હતો પરંતુ તેને છેલ્લા મહિનાથી નોકરી છોડી દીધી હતી હર્ષનાં પિતા કનૈયાલાલ સોલંકી કોર્પોરેશનમાં સરકારી નોકરી કરે છે.

હર્ષ સોલંકીને તેની સાથે રહેતી યુવતી સાથે આંખો મલી જતાં છેલ્લા દોઢ વર્ષની પ્રેમસંબંધ હતો. બન્ને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ થતાં, હર્ષ સોલંકી ગઈકાલ મોડી રાત્રે સાડા- બાર વાગ્યાની આસ-પાસ સાથે રહેતી પ્રેમીકાને મળવા માટે ગયો હતો.તે બાદ પ્રેમિકાનાં ધરમાંથી લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ખાસ જાણવા જેવી બાબતે એ છે કે મૃતકનાં ભાઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રેમિકાનાં ધરે આવી જાણ કરી હતી. જેથી મૃતકનાં ભાઈ ધવલ સોલંકી પ્રેમિકનાં સામેનાં ધરે પહોંચ્યો હતો.જ્યાં તેને પોતાના ભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ સાથે લોહી લુહાણ હાલતમાં બેભાન પડેલો જાેવા મળ્યો હતો.ભાઈ ધવલે હત્યાની આશંકા વ્યક્ત કરીને બનાવની જાણ નવાપુરા પોલીસને જાણ કરી હતી પોલીસ બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં મૃતકનાં પરિવારજનો એ પ્રબળ આશંકા વ્યક્ત કરતાં કોલ્ડરૂમ ખાતે મામલો ગરમાયો હતો.જાે કે પોલીસે મોડી સાત સુધી ગુનો નોંધ્યો ન હતો.આગળથી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પ્રેમિ મોડી રાત્રે સાડા-બાર વાગે કેમ ગયો હતો..?પ્રેમિકાએ બોલાવ્યો હતો કે કે પછી પ્રેમિનો કાંટો કાઢવા માટે હત્યાની યોજના હતી કે કેમ અનેક તકે વિર્તક સાથે પોલીસ દ્વારા તપાસનાં ચક્રોગતિમાન કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.