દિલ્હી-

દિલ્હી સરકારના વનવિભાગે 60 વાંદરાઓને 14 દિવસ માટે ક્વોરૅન્ટીન કર્યા છે. આ વાંદરાઓ દક્ષિણ દિલ્હીના તે ભાગોથી પકડાયા હતા જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા હતા. વન વિભાગની ટીમે તુગલકાબાદના એનિમલ રેસ્ક્યૂ સેન્ટરમાં આ વાંદરાઓને ક્વોરૅન્ટીન કર્યા હતા. તેમાંથી, 30 વાંદરાઓનો 14 દિવસનું અઈસોલેટ પૂર્ણ થઈ ગયું છે, તેઓ હવે અસોલા ભાટી વન્યપ્રાણી અભયારણ્યમાં મુકવામાં આવશે. જ્યારે બાકીના 30 વાંદરાઓને હજી પણ અઈસોલેટ ખવામાં આવ્યા છે.

હજુ સુધી પકડાયેલા કોઈપણ વાંદરામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. આ વાંદરાઓના એન્ટિજેન પરીક્ષણો કરાયા હતા, જેમાં તેઓ નેગેટીવ હોવાનું જણાયું હતું. હકીકતમાં, દિલ્હી સરકારના વન વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં ઘણા સિંહ કોરોનાને ચેપ લાગ્યો હતો. જે બાદ દિલ્હી સરકારના વન વિભાગે ચેપ વધુ ફેલાતો હોય ત્યાંથી સાવચેતીભર્યા સ્થળો લઈ વાંદરાઓને ક્વોરૅન્ટીન કરી દીધા જેથી ચેપ અન્ય પ્રાણીઓમાં ન ફેલાય.