પાદરા-જંબુસર રોડ પર લકઝરી બસના ચાલકે 5 વાહનોને અડફેટે લીધા, 2 બાળકોના મોત

વડોદરા-

પાદરા-જંબુસર હાઇવે રોડ ઉપર ફૂલબાગ જકાતનાકા પાસે પૂર ઝડપે આવતી ખાનગી કંપનીની લક્ઝરી બસે બે નાના બાળકો સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતા. બસચાલકે બે બાળકો સહિત ગેરકાયદેસર પાર્કિંગ કરેલા આઇસર ટેમ્પો એક ગાડી સહિત અને ત્રણ બાઇકને પણ અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે અડફેટે લીધેલા બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જ્યારે બે બાળકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે બાળકોને મૃત જાહેર કર્યા હતા.

પાદરા ખાતે જંબુસરથી પાદરા તરફ આવી રહેલી લકઝરી બસના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં શ્રમજીવી પરિવારના 2 માસૂમ બાળકોના મોત થયા હતા. જ્યારે 1 મહિલા, આઈસર ટેમ્પો, બે કાર અને બે મોટર સાયકલ સહિત 5 વાહનોને અડફેટે લીધા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution