વડોદરા, તા.૨૫

કેન્દ્ર સરકાર દ્વારા મહર્ષિ અરવિંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે, ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં જે રૂમમાં તેઓ ૧૦ વર્ષ સુધી અભ્યાસ કરતા રહ્યા તેની આજે વડોદરાના રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડ તેમજ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મુલાકાત લીધી હતી.

મહર્ષિ અરવિંદની આગામી ૧૫૦મી જન્મ જયંતીની કેન્દ્ર સરકાર ઉજવણી કરવામાં આવી રહી છે. તે માટે રચવામાં આવેલી ૫૩ સભ્યોની સમિતિમાં વડોદરાના રાજમાતા અને એમ.એસ.યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડને નિયુક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

મહર્ષિ અરવિંદે બરોડા આર્ટસ કોલેજના ૧૦ વર્ષ પ્રિન્સિપાલ રહ્યા હતા. તેઓ જે રૂમમા અભ્યાસ કરતા તે રૂમની આજે શુભાંગિનીદેવી અને મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મુલાકાત લીધી હતી. અને રિનોવેશન થઇ રહેલી આ ઇમારતની કામગીરી અંગે નિરીક્ષણ કર્યું હતું. તેમજ જ્યાં જરૂરી લાગ્યું ત્યા સુધારા-વધારા અંગે સૂચનો આપ્યા હતા.

રાજમાતા શુભાંગિનીદેવીએ મહર્ષિ અરવિંદ અભ્યાસ કરતા હતા તે રૂમમાં જઇને દિપપ્રાગટ્ય કરીને તેમના ફોટાને ફૂલહાર અર્પણ કર્યા હતાં. વડાદરાના મહારાજા સમરજીસિંહે પણ સમગ્ર ઇમારતનું નિરક્ષણ કર્યું હતું. આ સમયે ફેકલ્ટીના ડીન, પ્રાધ્યાપકો તેમજ વિજીલન્સ સ્ટાફ પણ ઉપસ્થિત

રહ્યો હતો.