26/11 આતંકી હુમાલામાં શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણન પર ફિલ્મ બનાવશે મહેશ બાબૂ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, નવેમ્બર 2020  |   4257

મુંબઇ 

સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર મહેશ બાબૂ એ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એલાન કર્યું છે કે તે 26/11 આતંકી હુમલા પર ફિલ્મ બનાવવાનો છે. જે 26/11 હુમલાનાં હીરો સંદીપ ઉન્નીકૃષ્ણન ની આસપાસ ફરે છે. સંદીપ ઉન્નીકૃષ્ણન જ હતાં, જેમણે 26/11 હુમલા દરમિયાન તાજ હોટલમાં ફંસાયેલા સેંકડો લોકોનો જીવ બચાવ્યો હતો. અને તેમને હોટલની બહાર કાઢ્યાં હતાં. પણ તે પોતે આતંકીઓ સામે લડતા શહીદ થઇ ગયા હતાં. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution