લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
1980
દિલ્હી વિધાનસભામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. આજ રોજ એક અજ્ઞાત કાર વિધાનસભાનો ગેટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે ૨:૦૫ વાગ્યે મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર ૨ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી. માહિતી અનુસાર, કાર સવાર શખ્સોએ વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ગાડી પર શાહી ફેંકી હતી. એટલું જ નહીં, કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ પાસે બરામદામાં ફૂલોનો એક ગુલદસ્તો પણ મૂક્યો હોવાની માહિતી મળી રહી છે. આ હરકત કર્યા બાદ આરોપીઓ તે જ કારમાં પૂરપાટ ઝડપે ગેટની બહાર નીકળીને ફરાર થઈ ગયા હતા. જે ગેટથી આ કાર અંદર ઘૂસી ત્યાં ઝ્રઇઁહ્લના જવાનો તૈનાત હતા, તેમ છતાં કાર અંદર ઘૂસવામાં સફળ રહી હતી. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ વિધાનસભા પરિસરમાં તપાસ કરી રહ્યા છે.
ડીસીપીના જણાવ્યા અનુસાર, કારની ટક્કરથી લોખંડનો ગેટ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળી રહી છે અને યુપી નંબરની તે કારના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હી વિધાનસભામાં બનેલી આ ઘટનાએ સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષાના દાવાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.