જો વાત કરવામાં આવે કંઇક ગળ્યું ખાવાની તો ફિરનીનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. તેવામાં આજે અમે તમને જાણવીશું બ્દામાં ફિરની બનાવવા માટેની સરળ રેસિપી. જેને એકવાર ટેસ્ટ કર્યા પછી તમનેબીજું કંઈ ખાવાનું મન કરશે નહિ. તો આજે અમેત્મને જણાવીશું ગરમાગરમ બદામ ફિરની બનાવવાની રેસિપી.

બદામ ફિરની બનાવવા માટેની સામગ્રી: 

દૂધ - ૫૦૦ મિલી,ખાંડ જરૂરિયાત પ્રમાણે,ઈલાયચી પાવડર - ૧/૨ ચમચી,પાણી જરૂરિયાત મુજબ,બદામ - ૧૦૦ ગ્રામ (બારીક સમારેલી),ચોખા - ૨ ચમચી\,ગુલાબજળ - ૧ ચમચી,પિસ્તા - ૫ ગ્રામ (ગાર્નિશ માટે),બદામ - ૫ ગ્રામ (ગાર્નિશ માટે)

બદામ ફિરની બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ ચોખાને ૧૦ થી ૧૫ મિનિટ માટે પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નીકાળી તેને પીસી લો. હવે એક ફ્રાયપેનમાં દૂધને ધીમી આંચ પર રાખો. દૂધ જ્યારે ઉકળવાનું શરુ થઇ જાય તો તેમાં ખાંડ નાખો.ત્યારબાદ તેમાં સમારેલી બદામ નાખી ૨ મિનીટ સુધી હલાવો. ત્યારબાદ તેમાં ચોખાની પેસ્ટ મિક્સ દુધને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી દૂધ ઘટ્ટ ના થઇ જાય. હવે તેમાં ગુલાબજળ મિક્સ કરી ૧ થી ૨ મિનીટ સુધી રાંધો. હવે તેને એક બાઉલમાં નીકાળી પિસ્તા અને બદામથી ગાર્નિશ કરો. તૈયાર છે બદામ ફિરની તેને ગરમાગરમ સર્વ કરો.