કેટલીકવાર સાંજે ભૂખ લાગે ત્યારે કંઈક મસાલેદાર કંઈક ખાવાની ઈચ્છા થાય છે. એવામાં તમે ઘરે જ સ્વાદિષ્ટ મસાલેદાર કોર્ન બનાવીને ખાઈ શકો છો.કોર્ન ચાટ બનાવવા માટે વધારે સમય નથી લાગતો. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તો બનાવો મસાલેદાર કોર્ન ચાટ.

સામગ્રી:

150 ગ્રામ અમેરિકન મકાઈ,2 નંગ ઝીણી સમારેલી ડુંગળી,3/4 ચમચી આદુ,1 ચમચી મેંદા લોટ,મીઠું જરૂર પ્રમાણે,1 ચમચી ખાંડ,1/2 ચમચી તેલ,20 ગ્રામ કેપ્સિકમ,20 ગ્રામ લાલકેપ્લિકમ,20 ગ્રામલીલા મરચાં,3/4 ચમચી લસણની પેસ્ટ,2 થી 1/2 ચમચી મકાઈનો લોટ,1/2 ચમચી સફેદ મરી,1/2 ચમચી મરચું તેલ,1/2 ચમચી સોયા સોસ.

બનાવવાની રીત:

એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે ત્યારે તેમાં અમેરિકન મકાઈ નાખો. મકાઈને બાફવા દો. મકાઈ બફાઈ જાય બાદમાં મકાઈમાંથી પાણી કાઢીને ઠંડી થવા મૂકોઠંડી થઈ જાય ત્યારબાદ એક બાઉલમાં મકાઈનાખીને તેના પર મેંદો, સફેદ મરચાનો પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવુ અને તેમા આદુ લસણની પેસ્ટ અને ડુંગળી નાખની સારી રીતે સાંતળવીહવે તેમાં લીલા કેપ્સીકમ અને લાલ કેપ્સીકમ નાખીને સારી સાંતળો.તમામ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા બાદ સ્વાદમુજબ મીઠું, ચીચી સોસ, સોયા સોસ નાખીને સારી રીતે મિક્સ કરો.ત્યારબાદ તેમાં ફ્રાય કરેલી મકાઈ નાખીને સારી રીતે મિક્સ કરો. તો તૈયાર મસાલેદાર કોર્ન ચાટ.