મલાઇકાએ મનાવ્યું બોયફ્રેન્ડ અજૂન સાથે ન્યૂયર,સિલ્વર આઉટફિટમાં નજરે પડી

મુંબઇ

મલાઈકા અરોરા ક્રિસમસ અને ન્યૂયરના સેલિબ્રેશન માટે પરિવાર સાથે ગોવામાં છે. મલાઈકાએ ખૂબ જ જુસ્સા સાથે 2020ને અલવિદા કહ્યું છે અને નવા ઉમંગ સાથે 2021નું સ્વાગત કર્યું છે. નવા વર્ષની શરૂઆતમાં મલાઈકા અરોરાએ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે તસવીર શેર કરી છે.


મલાઈકા અને અર્જુન હવે પોતાના પ્રેમને ખુલીને સ્વીકારી રહ્યાં છે ત્યારે એક્ટ્રેસ નવા વર્ષે અર્જુન સાથે તસવીર પોસ્ટ કરીને લખ્યું, "નવી પરોઢ, નવો દિવસ. નવું વર્ષ....2021. કૃતજ્ઞ છું." તસવીરમાં મલાઈકા અરોરા સિલ્વર રંગનો પાવર સૂટ પહેરેલી જોવા મળે છે. તો કેઝ્યુઅલ પ્રિન્ટેડ શર્ટમાં અર્જુન હેન્ડસમ લાગી રહ્યો છે. મલાઈકાની આ પોસ્ટ પર તેની બેસ્ટફ્રેન્ડ કરીના કપૂર ખાને પણ કોમેન્ટ કરી છે. કરીનાએ લખ્યું, "મારા બે ફેવરિટ વ્યક્તિઓ...આજનું મેનૂ શું છે?"

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની સાથે ગોવામાં એક્ટ્રેસની બહેન અમૃતા અરોરા અને તેનો પતિ શકીલ લદ્દાક તેમજ બાળકો છે. મલાઈકા અને અર્જુને પરિવાર અને મિત્રો સાથે ન્યૂ યરની આગલી સાંજે પાર્ટી કરી હતી. મલાઈકા અરોરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પાર્ટીની ઝલક બતાવી હતી. સાથે જ પૂરા પરિવાર અને અર્જુન કપૂર સાથેની તસવીર પોસ્ટ કરી હતી. એક તસવીરમાં મલાઈકાના પિતા તેના ડોગને પંપાળતા જોવા મળી રહ્યા છે.

મલાઈકા અરોરા અને તેનો પરિવાર ગોવામાં આવેલી અમૃતા-શકીલની 5 BHK વિલામાં ક્રિસમસ અને ન્યૂ યરની રજાઓનો આનંદ માણી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ અર્જુન કપૂરે વિલાની ઝલક બતાવતી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અર્જુને તસવીરો શેર કરતાં લખ્યું હતું, "જ્યારે તમારું મન ઘરે પાછા જવાનું ના કરે...અમૃતા અરોરા અને શકીલ લદાક તમારું ઘર કેટલું સુંદર છે. ગોવામાં આનાથી વધુ સારું હોલિડે હોમ નહીં હોય."

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution