લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
1881
અમદાવાદમાં હવે અસામાજીક તત્વો એટલા બેફામ બની ગયા છે કે પોલીસ પણ સલામત નથી. અમદાવાદના મેઘાણીનગરના પોલીસ કોન્સ્ટેબલ જયેશ વસાવા ઉપર હુમલો કરવામાં આવ્યો છે.. માથાભારે જીતેન્દ્રસિંહ જાડેજા શખ્સને અગાઉ ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ કેસની વિગતો અનુસાર નરોડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને મુળ નર્મદાના ઢોલાર ગામના વતની જયેશ વસવાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં વિરૂદ્ધ હત્યાની કોશિષ, એટ્રોસિટીની ફરિયાદ કરી છે. જયેશ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. ગત સોમવારના રોજ મેઘાણીનગરની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાર્ડનમાં બેઠેલા જીતેન્દ્રસિંહ જાડેજાની હરકતો શંકાસ્પદ લાગતા તેની પાસે જઇને પૂછપરછ કરી હતી આ દરમિયાન જીતેન્દ્રસિંહે જયેશ વસાવાએ બોલાચાલી કરીહતી. ત્યારે બાદ તેને પોલીસ સ્ટેશન લઇજવાયો હતો ને ત્યારબાદ વાતચિત કરીને જવા દેવાયો હતો . એક દિવસ બાદ કોન્સ્ટેબલ જયેશ નોકરી હોટેલમાં જઈને જયેશે જમવાનું પાર્સલ કરાવતા હતા તે દરમિયાન જીતેન્દ્રસિંહે બેફામ બોલીને જયેસ વસાવાને માર માર્યો હતો, જેને કારણે જયેશ વસાવાને સારવાર માટેહોસ્પિટલ લઇ જવાયો હતો. આ મામલે પોલીસે જીતેન્દ્રસિંહ સામે એટ્રોસિટી, હત્યાની કોશિષ જેવા ગુના નોંધીને તેની ધરપકડ કરી હતી.