અરવલ્લી, તા.૨૬
માલપુર પોલીસે સોમપુર ત્રણ રસ્તા પાસેથી ડસ્ટન કારમાંથી ૩૫ હજારના વિદેશી દારૂ સાથે મોડાસા સુવિધા કોમ્પ્લેક્ષમાં રહેતા કિરણ પટેલને ઝડપી પાડી દારૂની ખેપ નિષ્ફળ બનાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મેઘરજ પોલીસે ઉંડવા સરહદ પરથી સ્વીફ્ટ ડિઝાયર કારમાં ૨૮ હજારનો વિદેશી દારૂ ભરી પસાર થતા રાજસ્થાનના ઈન્દરસીંગ રાવ નામના બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે સોમપુર ત્રણ રસ્તા પારથી બાતમીના આધારે ડસ્ટન કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૪ કીં.રૂ.૩૫૦૦૦/- નો જથ્થો ઝડપી પાડી કિરણ પ્રવીણભાઈ પટેલ (રહે,સુવિધા કોમ્પ્લેક્ષ, આઈટીઆઈ સામે,મોડાસા,મૂળ રહે,સોની કંપા,ધનસુરા) ને ઝડપી પાડી કારની કીં.રૂ.૩૦૦૦૦૦/- મળી કુલ રૂ.૩૩૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કિરણ પ્રવીણભાઈ પટેલ અને ડસ્ટન કારમાં વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના ભરત સોમા ડામોર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
Loading ...