દિલ્હી-
દેશમાં આજે બસંત પંચમી 2021 અને સરસ્વતી પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિવિધ નેતાઓએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું, "વસંતપંચમી અને સરસ્વતી પૂજાના શુભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. હું ઇચ્છું છું કે વસંત ઋતુના આગમનથી તમામ નાગરિકોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવે." તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વસંત પંચમી અને સરસ્વતી પૂજા પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
વડા પ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, વસંત પંચમી અને સરસ્વતી પૂજાના શુભ પ્રસંગે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "વંસત પંચમી પર આપ સૌને શુભેચ્છાઓ."
Loading ...